માયાવી ગ્રહ રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોના સિતારા ચમકશે, છપ્પરફાડ થશે કમાણી

Rahu Ka Nakshatra Parivartan: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ ગ્રહ શનિના નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. રાહુના આ નક્ષત્ર ગોચરથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. 
 

માયાવી ગ્રહ રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોના સિતારા ચમકશે, છપ્પરફાડ થશે કમાણી

નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષ પ્રમાણે માયાવી ગ્રહ રાહુ 8 જુલાઈએ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે ઉત્તરા નક્ષત્રના સ્વામી શનિ દેવના માનવામાં આવ્યા છે અને આ નક્ષત્રના દેવતા દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ છે. તો શનિ અને ગુરૂ વચ્ચે સારો સંબંધ માનવામાં આવે છે. તેવામાં રાહુનું આ પરિવર્તન કેટલાક જાતકો માટે લાભદાયક રહી શકે છે. સાથે આ રાશિના જાતકોને રાજનીતિમાં સફળતા અને ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ લકી રાશિઓ કઈ છે.

મેષ રાશિ
તમારા લોકો માટે રાહુ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયમાં તમે શત્રુઓ પર વિજય મેળવશો. સાથે તમે કારોબારમાં કંઈ નવું કરવાની ઈચ્છા ધરાવો તો આ પરિવર્તન તમારા માટે અત્યંત શુભ છે અને તમારા કારોબારને નવી દિશા આપશે. આ સમયમાં નોકરી કરનાર જાતકોનું પ્રમોશન થશે. સાથે તમે કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. તો રાહુ ગ્રહના પ્રભાવથી તમારી નેતૃત્વ ક્ષમતામાં શાનદાર વૃદ્ધિ જોવા મળશે અને માન-સન્માનમાં વધારો થશે. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે, તેમાં તેને સફળતા મળી શકે છે.

મિથુન રાશિ
રાહુ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. તેથી આ સમયમાં તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આ દરમિયાન તમને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ઘણી તક મળશે. આ દરમિયાન તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. જે લોકો નોકરી કરે છે તે સારો લાભ પ્રાપ્ત કરી શકે છે. સાથે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે.

તુલા રાશિ
તમારા લોકો માટે રાહુ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક રહેશે. આ દરમિયાન તમને સમય-સમય પર આકસ્મિત ધનલાભ થઈ શકે છે. વેપારીઓને સારો લાભ થશે અને વેપારમાં રોકાણ કરી શકે છે. જે લોકો બેરોજગાર છે તેને નવી નોકરી મળી શકે છે. સાથે આ સમયે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. સમાજમાં તમે લોકપ્રિય થશો. સાથે માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને અટવાયેલા કામ આ સમયમાં પૂરા થઈ જશે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news