ગુજરાતની બે ખેલાડીઓને અપાશે અર્જુન એવોર્ડ, આવતી કાલે રાષ્ટ્રપતિ ભવનમાં બંને ખેલાડીઓનું કરાશે સન્માન

ગુજરાતની બે દીકરીઓને મળશે રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર.. ભાવિના પટેલ અને અંકિતા રૈનાને અર્જુન એવોર્ડથી કરાશે સન્માનિત.. આવતી કાલે રાષ્ટ્રપતિભવનમાં અપાશે એવોર્ડ..

ગુજરાતની બે ખેલાડીઓને અપાશે અર્જુન એવોર્ડ, આવતી કાલે રાષ્ટ્રપતિ ભવનમાં બંને ખેલાડીઓનું કરાશે સન્માન

ઝી બ્યૂરો, અમદાવાદઃ પેરાલિમ્પિકમાં ગુજરાતનો ડંકો વગાડનાર પેરા ટેબલ ટેનીસ પ્લેયર ભાવિના પટેલ અને ટેનિસ પ્લેયર અંકિતા રૈનાને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બંને ગુજરાતી ખેલાડીઓનું રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માન કરવામાં આવશે. બંને મહિલા ખેલાડીઓને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવશે.

રમતગમત ક્ષેત્રમાં અંકિતા રૈના અને ભાવિન પટેલ આ બંને ખેલાડીઓએ દેશભરમાં ગુજરાતના નામનો ડંકો વગાડ્યો છે. ત્યારે આ બંને ખેલાડીઓને હવે અર્જુન એવોર્ડ આપવામાં આવશે જેને લઈ ગુજરાતની યશકલગીમાં વધુ એક ઉમેરો થશે. ટોક્યો ઓલિમ્પિક અને પેરાલ્મિપિકમાં બંને ખેલાડીઓએ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પેરાલિમ્પિકમાં ગુજરાતની ભાવિના પટેલે ઈતિહાસ રચ્યો હતો. પેરાલિમ્પિકસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલમાં ભાવિના પટેલની હાર થઈ ગઈ હતી પરંતુ સિલ્વર મેડલ મેળવી દેશવાસીઓનું દિલ જીત્યુ હતું. 

ટોક્યો ઓલિમ્પિકમાં ટેનિસ પ્લેયર અંકિતા રૈનાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. ઓલિમ્પિકમાં અંકિતા રૈના સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝા સાથે ડબલ્સ રમવા ઉતરી હતી. 28 વર્ષીય અંકિતા રૈના ઓલિમ્પિકમાં ક્વોલિફાય થનારી ગુજરાતની પ્રથમ મહિલા એથ્લેટ બની હતી. વર્ષ 2009થી અંકિતા રૈનાએ ટેનિસમાં અનેક ટ્રોફી પોતાના નામે કરી.  અંદાજે 11 ITF ટાઈટલ જીત્યા હતા. અંકિતા રૈનાએ વર્ષ 2018માં એશિયાઈ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news