મતદારોમાં જાગૃતિ લાવવા માટે IPLનો ઉપયોગ કરશે ચૂંટણી પંચ

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલ અને અંતિમ તબક્કાનું મતદાન 19 મેએ યોજાશે. 

મતદારોમાં જાગૃતિ લાવવા માટે IPLનો ઉપયોગ કરશે ચૂંટણી પંચ

મુંબઈઃ ચૂંટણી પંચ મહારાષ્ટ્રના મતદાતાઓને મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે આઈપીએલના મેચોનો ઉપયોગ કરશે. મુંબઈ ઈન્ડિયન અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ત્રણ એપ્રિલે રમાયેલા મેચમાં આ પ્રયોગ શરૂ થઈ ચુક્યો છે. દેશની લોકપ્રિય ટી20 લીગ આઈપીએલ 23 માર્ચથી શરૂ થઈ ગઈ છે. આ લીગ મેના બીજા સપ્તાહ સુધી ચાલશે. આ દરમિયાન દેશમાં સાત તબક્કામાં મતદાન પણ થશે. પ્રથમ તબક્કા માટે 11 એપ્રિલ અને 19 મેએ સાતમાં તબક્કા માટે મતદાન થશે. મતગણના 23 મેએ હાથ ધરાશે. લોકસભાની સાથે ઓડિશા, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને આંધ્રપ્રદેશ વિધાનસભા માટે પણ મતદાન યોજાશે. 

એક અધિકારીએ જણાવ્યું, 'તે મેચમાં મતદાતાઓમાં જાગરૂકતા ફેલાવવા માટે તમામ સંબંધિત સામગ્રી દેખાડવામાં આવી હતી.' તેમણે કહ્યું કે, આ પહેલા ભારતીય ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીને મતદાતા જાગરૂકતા અભિયાન માટે ક્રિકેટ બોર્ડને સંપર્ક કરવાનું કહ્યું હતું. 

અધિકારીએ કહ્યું કે, બીસીસીઆઈના પ્રતિનિધિઓને મળીને તેમને સંબંધિત સામગ્રી આપવામાં આવી અને આગળ પણ મુંબઈમાં યોજાનારા મેચમાં આમ કરવામાં આવશે. મેચો દરમિયાન સદ્ભાવના દૂતોના માધ્યમથી મતદાન માટે પ્રોત્સાહિત કરવા સંબંધી બેનર અને લઘુ જાહેરાત પ્રદર્શિત અને પ્રસારિત કરવામાં આવશે. તેના માટે એફએમ રેડિયોનો પણ ઉપયોગ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news