World Cup 2019: આઈસીસી વિશ્વકપને લઈને ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ

આઈસીસી વિશ્વકપનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર થવાની છે. 

World Cup 2019: આઈસીસી વિશ્વકપને લઈને ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ

નવી દિલ્હીઃ આજથી શરૂ થઈ રહેલા ક્રિકેટના મહાસંગ્રામ આઈસીસી વિશ્વકપનો પ્રારંભ થવાનો છે. ક્રિકેટના આ મહા મુકાબલાની ઉજવણી કરવા માટે સર્ચ એન્જિન ગૂગલે ખાસ એનિમેટેડ ડૂડલ બનાવ્યું છે. તમે જ્યારે ગૂગલ પર કંઇ સર્ચ કરશો તો આ એનિમેટેડ ડૂડલમાં એક બોલર બોલિંગ કરશે અને બેટ્સમેન શોટ મારે છે અને ફીલ્ડર તેને કેચ કરતો જોવા મળે છે. 

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી ક્રિકેટના મહાકુંભ આઈસીસી વિશ્વકપનો પ્રારંભ થવાનો છે. આ વખતે વિશ્વકપ ઘણી રીતે રસપ્રદ થવાનો છે. ક્રિકેટ વિશ્વકપમાં આજે યજમાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે શરૂ થશે. 

જીતનારી ટીમને મળશે એક કરોડ ડોલર
આ વખતે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા વિશ્વકપમાં ઇનામની રકમ અને ઘણી બીજી વસ્તુ ખાસ બનાવશે. આઈસીસી અનુસાર આ વખતે ટૂર્નામેન્ટમાં ઈનામી રકમ કુલ 1 કરોડ ડોલર હશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news