IND vs SA: સેમીફાઈનલની આ 3 ભૂલ ફાઈનલમાં ફાઈનલમાં નહીં કરે તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!

India vs South Africa: ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપની ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાવા તૈયાર છે. પરંતુ આ ટાઈટલ મુકાબલા પહેલા ભારતીય ટીમ સેમીફાઈનલમાં કરેલી ભૂલને સુધારવાનો પ્રયાસ કરશે. રોહિત શર્માની ટીમ જો આકરે છે તો તેની જીત પાક્કી થઈ જશે.

IND vs SA: સેમીફાઈનલની આ 3 ભૂલ ફાઈનલમાં ફાઈનલમાં નહીં કરે તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!

નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2024ની સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને કારમો પરાજય આપ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગમાં ઈંગ્લેન્ડને ધરાશાયી કર્યું હતું. આ જીતની સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી છે. ટ્રોફી માટેના જંગમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે. સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમની દમદાર જીત બાદ તેને ટાઈટલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે, પરંતુ આ મેચમાં કેટલીક એવી વસ્તુ થઈ જેનું પુનરાવર્તન ભારત ફાઈનલમાં કરવા ઈચ્છશે નહીં. તેવામાં જો ટીમ ઈન્ડિયા ફાઇનલ મેચમાં જીત હાસિલ કરવા ઈચ્છે છે તો તેણે આ ત્રણ ભૂલ સુધારવી જરૂરી છે. 

ટોપ ઓર્ડરે બેટિંગમાં દેખાડવી પડશે મજબૂતી
સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્માએ દમદાર અડધી સદી ફટકારી હતી. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે પણ આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ ચિંતાની વાત છે કે આ બંને મેચમાં ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલી અને રિષભ પંતે નિરાશ કર્યાં. રોહિત ભલે લયમાં હોય પરંતુ ફાઈનલ જેવી મેચમાં વિરાટ અને પંતે ટોપ ઓર્ડર બેટિંગમાં મજબૂતી આપવી પડશે. તેણે આક્રમક રન બનાવી સારી શરૂઆત આપવી પડશે, જેથી જો રોહિત રન ન બનાવે તો મિડલ ઓર્ડર પર વધુ દબાવ ન આવે. આ સિવાય સૂર્યકુમાર યાદવે પણ પોતાના પાછલા પ્રદર્શનનું પુનરાવર્તન ફાઈનલમાં કરવું પડશે. 

સારી શરૂઆતનો મિડલ ઓર્ડર ફાયદો ઉઠાવી શક્યું નહીં
ટી20 વિશ્વકપમાં છેલ્લી કેટલીક મેચમાં ટીમ ઈન્ડિયાને બેટિંગમાં સારી શરૂઆત મળી છે, પરંતુ સમસ્યા રહી છે કે મિડલ ઓર્ડરના ખેલાડી તેનો ફાયદો ઉઠાવી રહ્યાં નથી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમીફાઈનલમાં પણ આ જોવા મળ્યું. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે દમદાર બેટિંગથી એક સારો આધાર તૈયાર કર્યો હતો, પરંતુ આ બંનેના આઉટ થયા બાદ અન્ય ખેલાડી ઝડપથી રન બનાવી શક્યા નહીં. તેનું પરિણામ તે આવ્યું કે ટીમ માત્ર 171 રન બનાવી શકી હતી. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ આ ભૂલ સુધારવી પડશે. 

શિવમ દુબે અને જાડેડાએ લગાવવું પડશે જોર
ટી220 વિશ્વકપ 2024માં શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયા માટે એક નબળી કડી સાબિત થયા છે. આ બંને ખેલાડી પોતાની ક્ષમતાને અનુરૂપ રમી શક્યા નથી. ખાસ કરીને રવિન્દ્ર જાડેજાએ વધુ નિરાશ કર્યાં છે. જાડેજા ન બોલિંગમાં ચાલી રહ્યો છે અને ન બેટિંગમાં રન બનાવી રહ્યો છે. આ સિવાય તેની ટૂર્નામેન્ટમાં ફીલ્ડિંગ પણ સાધારણ રહી છે. આવી સ્થિતિ શિવમ દુબેની છે. દુબે સેમીફાઈનલમાં તો શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. તેવામાં જો આ બંનેને ફાઈનલમાં તક મળે છે તો તેના પ્રદર્શનમાં સુધાર કરવો પડશે અને ટીમની જીતમાં યોગદાન આપવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news