8 વર્ષમાં પહેલીવાર ક્રિકેટર ઈરફાન પઠાણે પત્નીનો ચહેરો બતાવ્યો, આવી દેખાય છે સફા બેગ

cricketer  irfan pathan wife : ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાણે લગ્નની આઠમી એનવર્સરીએ પત્ની સફા બેગની તસવીર શેર કરી... આવુ પહેલીવાર ઈરફાન પઠાણે કર્યું... લગ્નના રિસેપ્શનમાં પણ સફા બેગે બુરખો પહેર્યો હતો 
 

8 વર્ષમાં પહેલીવાર ક્રિકેટર ઈરફાન પઠાણે પત્નીનો ચહેરો બતાવ્યો, આવી દેખાય છે સફા બેગ

safa baig and irfan pathan : પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ આજે પણ ચર્ચામાં રહેતા હોય છે. લગ્નના આઠ વર્ષમાં પહેલીવાર ઈરફાન પઠાણે પોતાની પત્નીનો ચહેરો બતાવ્યો છે. લગ્નની આઠમી એનવર્સરી પર ઈરફાન પઠાણે પત્ની સાફા બેગ સાથેની તસવીર શેર કરી છે. આ પહેલીવાર છે કે, તેમણે પત્નીનો ચહેરો પબ્લિકમાં બતાવ્યો છે. લગ્ના રિસ્પેશનમાં પણ તેમના પત્ની બુરખામાં જોવા મળ્યા હતા. ત્યારે ક્રિકેટર કપલને સાથે જોઈને ચાહકો તેમના પર પ્રેમ લુટાવી રહ્યાં છે.  

ઈરફાન પઠાણે લગ્નની આઠમી એનીવર્સરી પર પત્ની સફા બેગ સાથે એક તસવીર શેર કરી છે. પહેલીવાર તેમણે પત્નીનો ચહેરો છુપાવ્યો નથી. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર તેમણે પત્નીનો ચહેરો દરેક તસવીરમાં છુપાવી રાખ્યો હતો. તેમની પત્ની હિજાબમાં અથવા તો હાથથી ચહેરો છુપાવેલી જોવા મળતી હતી. લોકો પણ તેમની પત્નીનો ચહેરો જોવા માટે આતુર હતા. પરંતુ આ ગુજરાતી ક્રિકેટર ક્યારેય પત્ની સાથે જાહેરમાં ખુલ્લા ચહેરે જોવા મળતા ન હતા.

પરંતુ આઠમી એનવર્સરી પર ક્રિકેટર ઈરફાન પઠાણે ખુદ પત્નીનો ચહેરો જાહેર કર્યો છે. તેમની આ તસવીરને સોશિયલ મીડિયા યુઝર્સ બહુ જ પસંદ કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં યુઝર્સ તેમને લગ્નની એનિવર્સરીની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. 

તેમણે સોશિયલ મીડિયા પર પત્નીની તસવીર શેર કરતા લખ્યું કે, Infinite roles mastered by one soul – mood booster, comedian, troublemaker, and the constant companion, friend, and mother of my children. In this beautiful journey, I cherish you as my wife. Happy 8th my love

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news