INDvsAUS: ધોની અને કેદાર જાધવે ભારતને અપાવ્યો વિજય
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી પાંચ મેચોની વનડે સિરીઝનો પ્રારંભ થયો છે. સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે 6 વિકેટે જીત મેળવી છે.
Trending Photos
હૈદરાબાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટે 236 રન બનાવ્યા છે અને ભારતને જીતવા માટે 237 રનનું લક્ષ્ય આપ્યું છે. 237 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 48.2 ઓવરમાં 4 વિકેટના ભોગે આ લક્ષ્ય હાસિલ કરીને 6 વિકેટે વિજય મેળવ્યો છે.
શિખર ધવનની ગોલ્ડન ડક
237 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ઈનિંગની બીજી ઓવરના પ્રથમ બોલે શિખર ધવન (0)ને નાથન કુલ્ટર નાઇલનો શિકાર બન્યો હતો.
કોહલી-રોહિત વચ્ચે 76 રનની ભાગીદારી
ભારતે પ્રથમ વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અડધી સદી ચુકી ગયો હતો. તે (44) એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો. તેણે 45 બોલમાં 6 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી.
રોહિત શર્મા (37) નાથન કુલ્ટર નાઇલનો શિકાર બન્યો હતો. રોહિતે 66 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ ભારત 99 રનના સ્કોરે પોતાની ચોથી વિકેટ ગુમાવી હતી. અંબાતી રાયડૂ (13)ને એડમ ઝમ્પાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. રાયડૂએ 19 બોલમાં બે બાઉન્ડ્રી ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી ખ્વાજાએ સૌથી વધુ 50, મેક્સવેલે 40, કેરીએ અણનમ 36 અને નાથન કુલ્ટર નાઇટલે 28 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શમી, બુમરાહ અને કુલદીપે બે-બે વિકેટ ઝડપી હતી.
એરોન ફિન્ચ ફરી નિષ્ફળ
બંન્ને ટી20 મેચોમાં નિષ્ફળ રહેનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે ફરી નિરાશ કર્યા હતા. પોતાની 100મી વનડેમાં ફિન્ચ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તેને ઈનિંગની બીજી ઓવરમાં જસપ્રીત બુમરાહે શૂન્ય રન પર વિકેટકીપર ધોનીના હાથે કેચઆઉટ કરાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને માર્કસ સ્ટોઇનિસે ઈનિંગ સંભાળી હતી.
ઉસ્માન ખ્વાજા-સ્ટોઇનિસ વચ્ચે 87 રનની ભાગીદારી
ઓસ્ટ્રેલિયાએ શૂન્ય રન પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ સ્ટોઇનિસ અને ઉસ્માન ખ્વાજાએ બીજી વિકેટ માટે 87 રન જોડ્યા હતા. બંન્નેએ શાનદાર બેટિંગ કરતા ભારતીય બોલરોનો સામનો કર્યો હતો. ઈનિંગની 21મી ઓવરમાં કેદાર જાધવે માર્કસ સ્ટોઇનિસ (37)ને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. સ્ટોઇનિસે 53 બોલનો સામનો કરતા 6 બાઉન્ડ્રી ફટકારી હતી.
ખ્વાજાની વનડેમાં છઠ્ઠી અડધી સદી
ઉસ્માન ખ્વાજાએ 74 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 5 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. પરંતુ તે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. અડધી સદી ફટકાર્યા બાદ તે કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. વિજય શંકરે શાનદાર કેચ ઝડપીને ખ્વાજાની ઈનિંગનો અંત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઈનિંગની 25મી ઓવરમાં પોતાના 100 રન પૂરા કર્યા હતા.
ત્યારબાદ પીટર હૈંડ્સકોમ્બ (19)ને કુલદીપ યાદવે ધોનીના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. તેણે 30 બોલનો સામનો કરતા એક બાઉન્ડ્રી ફટકારી હતી. હૈંડ્સકોમ્બ આઉટ થયા બાદ એસ્ટોન ટર્નર બટિંગ કરવા આવ્યો હતો. તેણે મેક્સવેલ સાથે મળીને પાંચમી વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી. શમીએ ટર્નર (21)ને બોલ્ડ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. ટર્નરે 23 બોલમાં એક ફોર અને એક સિક્સ ફટકારી હતી. મેક્સવેલ (40)ને શમીએ બોલ્ડ કર્યો હતો.
એલેક્સ કેરી અને નાથન કુલ્ટર નાઇલે સાતમી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. નાથન કુલ્ટર નાઇટલ (28) રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો.
આ ટીમ ઈન્ડિયાની વિશ્વકપ પહેલા છેલ્લી સિરીઝ છે. ટી20 સિરીઝમાં મળેલી હાર બાદ ભારતીય ટીમ વનડેમાં જીત મેળવવા ઈચ્છશે. ભારત આ સિરીઝથી વિશ્વકપ માટે પોતાની ટીમ તૈયાર ફાઇનલ કરવા પર પણ ધ્યાન આપશે. તે માટે કેએલ રાહુલ, રિષભ પંત, સિદ્ધાર્થ કૌલ અને વિજય શંકરના પ્રદર્શન પર નજર રહેશે. વિશ્વકપની ટીમ માટે લગભગ બાકીના સ્થાન નક્કી છે.
ભારતીય ટીમે પ્રથમ વનડેમાં યુજવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને રવિન્દ્ર જાડેજાની ટીમમાં સ્થાન મળ્યું છે. આ સિવાય વિજય શંકરને પણ તક મળી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી એસ્ટોન ટર્નર વનડેમાં પર્દાપણ કરશે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, એમએસ ધોની, કેદાર જાધવ, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા ટીમઃ એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, માર્કસ સ્ટોઇનિસ, પીટર હૈંડ્સકોમ્બ, ગ્લેન મેક્સવેલ, એસ્ટોન ટર્નર, એલેક્સ કેરી, નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, એડમ ઝમ્પા, જેસન બેહરેનડોર્ફ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે