મહેન્દ્ર સિંહ ધોની
MS Dhoni : શું તમે જાણો છો ભારતના સૌથી સફળ કેપ્ટનની કારકિર્દીની બે યાદગાર ક્ષણ વિશે?
મહેન્દ્ર સિંહ ધોનીની(Mahendra Sinh Dhoni) કારકિર્દીની કોઈ એક યાદગાર ક્ષણ શોધવી એ ખુબ જ અઘરું કાર્ય છે. જોકે, તાજેતરમાં જ આ વરિષ્ઠ વિકેટકીપર અને ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર એવા ધોનીએ તેની કારકિર્દીની બે અત્યંત યાદગાર ક્ષણ વિશે જણાવ્યું છે.
Nov 28, 2019, 09:12 PM ISTભારતના એક ક્રિકેટ ખેલાડી વિશે જાણવા દુનિયાભરના પ્રશંસકો સતત સર્ચ કરતા રહે છે? બોલો કોણ હશે?
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, ભારતીય ટીમનો કેપ્ટન દુનિયાભરમાં સૌથી વધુ સર્ચ થયેલો વ્યક્તિ છે અને ભારતીય ટીમ પણ દુનિયામાં સૌથી વધુ સર્ચ થઈ છે.
શું ધોની લેશે નિવૃતી? ટ્વીટર પર શરૂ થયો ટ્રેન્ડ #DhoniRetires
એમએસ ધોનીની નિવૃતી કે ભારતના ક્રિકેટરના રૂપમાં તેની ભવિષ્યની યોજનાઓ વિશે કોઈ માહિતી ન હોવા છતાં ધોની રિટાયર નામથી ટ્વીટર પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
Oct 29, 2019, 02:38 PM ISTધોનીના કાર કલેક્શનમાં વધુ એક જીપનો થયો ઉમેરો, રાંચીની સડકો પર નિકળ્યો માહી
પ્રાપ્ત સમાચાર અનુસાર ધોનીએ પંજાબના એક વ્યક્તિ પાસેથી આ જીપ ખરીદી છે, જે 20 વર્ષ જુની છે. 1999 પછી તેનું નિર્માણ બંધ થઈ ગયું હતું. આ કાર જાપાનની કાર કંપની નિસાનના પ્લેટફોર્મ P60 પર તૈયાર થયેલી છે, જેને જબલપુરની વ્હિકલ ફેક્ટરી ભારતીય સેના માટે બનાવતી હતી.
Oct 22, 2019, 11:32 PM ISTરોહિતે કહ્યું- ટેસ્ટમાં ઓપનિંગની તક આપવા માટે વિરાટ અને શાસ્ત્રીનો આભાર
રોહિતે વિશાખાપટ્ટનમની પ્રથમ ટેસ્ટમાં 176 અને 127 રનની ઈનિંગ રમી હતી. બીજી ટેસ્ટ મેચમાં તે માત્ર 14 રન બનાવી શક્યો હતો. ત્રીજી ટેસ્ટ મેચમાં તેણે બેવડી સદી ફટકારી અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો.
રાંચી ટેસ્ટઃ મેચ બાદ પત્રકાર પરિષદમાં ધોની-ગાંગુલીના સવાલ પર હસવા લાગ્યો કોહલી
કોહલીએ કહ્યું કે, તેણે આ વિશે ગાંગુલી સાથે કોઈ વાત કરી નથી. કોહલીએ કહ્યું કે, તેણે ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ બનવા માટે શુભેચ્છા આપી છે.
Oct 22, 2019, 03:25 PM ISTInd vs SA: ત્રણ મહિના બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો ધોની, શાસ્ત્રી સાથે કરી મુલાકાત
પૂર્વ કેપ્ટન એમએસ ધોની રાંચી ટેસ્ટમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રાંચી ટેસ્ટમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. બીસીસીઆઈએ આ ફોટો ટ્વીટ કર્યો છે.
Oct 22, 2019, 02:55 PM ISTધોનીના ભવિષ્ય પર સિલેક્ટરો સાથે 24 ઓક્ટોબરે વાત કરીશઃ ગાંગુલી
બીસીસીઆઈના ભાવી અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તે પણ જોવાનું રહેશે કે પૂર્વ કેપ્ટન ધોની આ વિશે શું વિચારે છે. ગાંગુલી પણ તેની સાથે વાત કરીને જાણવા ઈચ્છશે કે તે શું ઈચ્છે છે અને શું નહીં.
Oct 16, 2019, 11:20 PM ISTહું પણ સામાન્ય માણસ, બસ ભાવનાઓને કાબુમાં રાખુ છું: ધોની
ધોનીએ બુધવારે અહીં કહ્યું, 'હું પણ સામાન્ય વ્યક્તિ છું પરંતુ હું કોઈ અન્ય વ્યક્તિની તુલનામાં પોતાની ભાવનાઓને સારી રીતે કાબૂમાં રાખુ છું.
Oct 16, 2019, 07:02 PM ISTવડાપ્રધાન મોદી પછી દેશમાં સૌથી વધુ પ્રશંસનીય વ્યક્તિ છે ધોનીઃ સર્વે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(M S Dhoni) આઈસીસી વર્લ્ડ કપ પછી હાલ ક્રિકેટમાં જોવા નથી મળી રહ્યા. તેમ છતાં લોકપ્રિયતાની બાબતે તે બધા જ ખેલાડીઓમાં સૌથી આગળ છે. એક સર્વે અનુસાર ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) જ એક એવી વ્યક્તિ છે જે દેશમાં ધોની(Dhoni) કરતાં વધુ પ્રશંસનીય છે. યુગોવના આ સર્વેમાં એમ.એસ. ધોની બીજા નંબરે છે. મહિલાઓમાં આ સ્થાન એમ.સી. મેરિકોમને(M C Meri kom) મળ્યું છે.
Sep 26, 2019, 05:46 PM ISTજયપુર એરપોર્ટ પર નવા લુકમાં જોવા મળ્યો ધોની, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની આ દિવસોમાં ક્રિકેટથી દૂર છે. હાલમાં સેનામાં પોતાની ડ્યૂટી પૂરી કરીને પરત આવેલ ધોની રવિવારે જયપુર એરપોર્ટ પર અલગ અંદાજમાં જોવા મળ્યો હતો.
Aug 25, 2019, 03:42 PM ISTધોની લેહમાં બાળકો સાથે રમ્યો ક્રિકેટ, ફોટો વાયરલ
ધોનીએ 15 દિવસ સુધી આર્મીની સાથે જમ્મૂ-કાશ્મીરમાં ટ્રેનિંગ લીધી હતી. તે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેણે ક્રિકેટમાથી બ્રેક લીધો છે.
Aug 17, 2019, 08:24 PM ISTસેનાની ડ્યૂટી કરી રહ્યો છે MS Dhoni, 15 ઓગસ્ટે અહીં લહેરાવી શકે છે ધ્વજ
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સ્વતંત્રતા દિવસે લદ્ધાખના લેહમાં ધ્વજ લહેરાવી શકે છે. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનું શીર્ષક પ્રાપ્ત કરનાર ધોની આ સમયે ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી પર છે
Aug 9, 2019, 08:11 AM ISTધોની ઇન્ડિયન આર્મી સાથે કાશ્મીરમાં કરશે ટ્રેનિંગ, સેના પ્રમુખની મંજુરી: સુત્ર
ભારતીય સેનાની સાથે ટ્રેનિંગ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની અપીલને જનરલ બિપિન રાવતે મંજુરી આપી દીધી છે. તેઓ પેરાશુટ રેજિમેન્ટ બટાલિયનની સાથે ટ્રેનિંગ લેશે. ટ્રેનિંનો કેટલોક હિસ્સો જમ્મુ કાશ્મીરમાં પણ થવાની શક્યતા છે. જો કે સેના ધોનીને કોઇ પણ સક્રિય ઓપરેશનનો હિસ્સો નહી બનવા દે.
Jul 21, 2019, 09:58 PM IST... તો ધોનીને 'નિવૃતી' આપવાની તૈયારીમાં છે સિલેક્ટર, ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય
પસંદગીકારોએ તે વાતનો સંકેત આપ્યો છે કે, જો ટીમ ઈન્ડિયાને 2011મા ચેમ્પિયન બનાવનાર ધોની નિવૃતીની જાહેરાત કરશે નહીં તો તે લગભગ ક્યારેય ટીમ માટે રમી શકશે નહીં.
વર્લ્ડ કપ 2019 પછી મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ લેવાનો છે? અટકળો વચ્ચે મોટો ખુલાસો
વિશ્વ કપ 2019 દરમિયાન પોતાની ધીમી બેટીંગને પગલે ટીકાનો ભોગ બની રહેલ પૂર્વ કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ લેવાનો છે? અટકળો વચ્ચે ધોનીના એક મિત્રએ એક મોટો ખુલાસો કર્યો છે...
Jul 8, 2019, 11:38 AM ISTMS Dhoniએ પરિવાર અને ટીમ સાથે ઉજવ્યો જન્મદિવસ, પત્ની સાક્ષીએ પોસ્ટ કરી આ તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મદિવસ છે, તેણે પુત્રી જીવા, પત્ની સાક્ષી અને ભારતીય ક્રિકેટ ટીમના સબ્યો સાથે પોતાનો 38મો જન્મ દિવસ ઉજવ્યો હતો
ધોની પર આઈસીસીઃ એક એવું નામ જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો
ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ ધોનીના જન્મદિવસના એક દિવસ પહેલા એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને કેટલાક અન્ય ક્રિકેટરોએ ધોનીની પ્રશંસા કરી છે.
વર્લ્ડકપ 2019: કાંગારૂ દિગ્ગજની મોટી માગ- આ ખેલાડીને નંબર-4 પર ઉતારે ટીમ ઈન્ડિયા
ડીન જોન્સે કહ્યું કે પૂર્વ કેપ્ટન ધોની વિશ્વકપની બાકીની મેચોમાં ભારત માટે નંબર-4 પર રમવા માટે સૌથી યોગ્ય ખેલાડી છે.
World Cup 2019: વિવાદ બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુકાબલામાં ધોની પર રહેશે નજર
આઈસીસી વિશ્વકપમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ બાદ એમએસ ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેજના લોગોને લઈને ખુબ મોટો વિવાદ થયો હતો.
Jun 8, 2019, 03:54 PM IST