Video: ઇન્ટરનેશનલ કબડ્ડી ખેલાડીની લાઇવ મેચ દરમિયાન હત્યા, બધાને ગોળીઓ ધરબી દીધી
પંજાબમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી પુરી થઇ છે. અહીં પહેલીવાર આમ આદમી પાર્ટીએ 92 સીટો સાથે રેકોર્ડ જીત નોંધાવી સરકાર બનાવી છે. આપે ભગવંત માનને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવા નિર્ણય કર્યો. પરંતુ તાજેતરમાં જ પંજાબ બીજા સમાચારને લઇને ચર્ચામાં છવાયેલું છે.
Trending Photos
નવી દિલ્હી: પંજાબમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી પુરી થઇ છે. અહીં પહેલીવાર આમ આદમી પાર્ટીએ 92 સીટો સાથે રેકોર્ડ જીત નોંધાવી સરકાર બનાવી છે. આપે ભગવંત માનને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવા નિર્ણય કર્યો. પરંતુ તાજેતરમાં જ પંજાબ બીજા સમાચારને લઇને ચર્ચામાં છવાયેલું છે. આ સમાચાર રમત-ગમત સાથે જોડાયેલા છે અને એકદમ દર્દનાક પણ. જ્યાં એક ખેલાડી ઉપરં કેટલાક અજ્ઞાત હુમલાવરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.
ઇન્ટરનેશનલ ખેલાડી પર થયો મોટો હુમલો
આ સમાચાર પંજાબના જાલંધર શહેરથી આવ્યા છે. જાલંધરના મલ્લિઓમાં સોમવારે ચાલી રહેલી એક મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય સંદીપ નંગલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. અંબિયાન ગામના રહેવાસી સંદીપની સાંજે 6 વાગે જાલંધરમાં કબડ્ડી કપ દરમિયાન અજાણ્યા હુમલાવરોએ હત્યા કરી. સમાચાર છે કે તેમના માથા અને છાતી પર લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. સંદીપ પર હુમલો કરનાર ગુંડાઓની સંખ્યા લગભગ 12 હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Kabaddi player Sandeep singh shot dead at Jalandhar pic.twitter.com/UwKbylqXhN
— The_anonymous_wave (@anonymouswave1) March 14, 2022
દુનિયાભરમાં રમી ચૂક્યા છે કબડ્ડી
એક જાણિતા કબડ્ડી પ્લેયરના રૂપમાં નંગલ, સ્ટોપરની પોઝીશનમાં રમતા હત. તે રમત રમતાં મોટા થયા અને રાજ્ય સ્તરીય મેચ રમીને તમારા કેરિયરની શરૂઆત કરી અને તેમના ફેન્સ વચ્ચે તેમને 'ગ્લેડિએટર'ના રૂપમાં જાણિતા હતા. તેમણે એક દાયકાથી વધુ સમય સુધી કબડ્ડીની દુનિયામાં રાજ કર્યું અને પંજાબ ઉપરાંત કેનેડા, અમેરિકા, બ્રિટનમાં સારું પ્રદર્શન કર્યું.
હોસ્પિટલ પહોંચ્યા બાદ થયું મોત
તમને જણાવી દઇએ કે સંદીપને પહેલાં ઘાયલ અવસ્થામાં જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને થોડીવર પછી ડોક્ટરે મૃત જાહેર કર્યા. સમાચાર છે કે ગામમાં કબડ્ડી સ્પર્ધા ચાલી રહી હતી. આ દરમિયાન સંદીપ પોતાના કેટલાક સાથીઓને છોડવા બહાર ગયા હતા. ત્યાં કેટલાક હથિયારબંધ બદમાશોને તેના પર ગોળીઓ ચલાવી. ઘટનાની સૂચના મળતાજ હવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે