Mohammed Shami : ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં મોહમ્મદ શમીની ફરી એકવાર અવગણના કરવામાં આવી છે. તેને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો નથી. દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકારે આ નિર્ણય પાછળનું કારણ જણાવ્યું છે.
Mohammed Shami : મોહમ્મદ શમીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2025માં રમી હતી. તેણે 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે ફાઇનલ મેચ રમી હતી. ત્યારથી તે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. ત્યારે નિવૃત્તિની અટકળો વચ્ચે તેનું નિવેદન સામે આવ્યું છે.
Mohammed Shami : પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હેઠળ ક્રિકેટર મોહમ્મદ શમીને મતદાર ચકાસણી માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ તે મેચના કારણે હાજર ના રહી શકતા હવે તેને ફરીથી બોલાવવામાં આવ્યો છે.
Mohammed Shami: ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે શ્રેણીમાં પણ મોહમ્મદ શમીની અવગણના કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. 2023ના વર્લ્ડ કપ પછીના તેમના આંકડા, ઘરેલું ક્રિકેટમાં તેમનો શાનદાર દેખાવ અને સતત જળવાયેલી ફિટનેસ દર્શાવે છે કે તેઓ હજુ પણ ભારતના સૌથી પ્રભાવશાળી વનડે બોલરોમાંના એક છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે.
હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકર પોતાની જીદ છોડી દે તો ટીમ ઈન્ડિયાનું કઈક ભલું થઈ જશે. ભારતને પોતાના એક મેચ વિનર બોલરની ખુબ જરૂર છે. જે હાલ ટીમ ઈન્ડિયામાંથી બહાર છે.
Mohammed Shami IPL 2026: IPL 2026ના રિટેન્શન પહેલા મોહમ્મદ શમીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર અને સનરાઇઝર્સ હૈદરાબાદના માર્ગો હવે અલગ થવા જઈ રહ્યા છે. શમી ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનમાં નવી ટીમ તરફથી રમતા જોવા મળશે. શમીની ડીલ લગભગ ફાઇનલ થઈ ચૂકી છે.
India vs South Africa Test: ભારતીય ટીમમાં 2023 વર્લ્ડ કપ ફાઇનલથી બહારે ચાલી રહેલા મોહમ્મદ શમીને લઈને સમાચાર આવી રહ્યા છે. તેમના ફિટનેસ મેળવ્યા બાદ હાલના દિવસોમાં ઘરેલુ મેચોમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેમ છતાં પણ દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ માટેની તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે પણ મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી નથી. ભારતીય ટીમની જાહેરાત 5 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. એક દિવસ પછી 6 નવેમ્બરે મોહમ્મદ શમીએ એક વીડિયો શેર કર્યો અને ચાહકોને અનેક પ્રશ્નોના જવાબ આપ્યા.
Mohammed Shami : મોહમ્મદ શમી રણજી ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે. ફિટનેસને લઈને શમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. જો કે, તેનું રણજીમાં આ પ્રકારનું પ્રદર્શન સિલેક્ટર પર સવાલ ઉભા કરી રહ્યું છે.
Mohammed Shami : રણજી ટ્રોફી 2025-26 માટે બંગાળની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોહમ્મદ શમી અને આકાશ દીપ પણ ટીમનો ભાગ છે. અભિમન્યુ ઈશ્વરન, જેણે હજુ સુધી ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી, તે ટીમનું નેતૃત્વ કરશે.
Mohammed Shami: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી હાલમાં ક્રિકેટથી દૂર છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ બાદ તેને એશિયા કપ 2025 ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન તેની નિવૃત્તિ અંગે એક મોટો ખુલાસો થયો છે. પૂર્વ બોલિંગ કોચે શમીના નિર્ણયનો ખુલાસો કર્યો છે.
Indian Team for Asia Cup: આ 3 ખેલાડીઓ એવા છે જેમણે ભારત માટે છેલ્લી T20I શ્રેણી રમી અને જીતી હતી, પરંતુ આવનારી T20 એશિયા કપની ટીમમાં ફિટ ન થઈ શકે. તેમાંથી એક નામ બેટ્સમેનનું છે, જ્યારે એક નામ સ્પિનરનું છે અને એક નામ પેસરનું છે.
Mohammed Shami: શમીને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. શમી 28 ઓગસ્ટથી શરૂ થનારી સીઝન-ઓપનિંગ ટુર્નામેન્ટમાં પણ રમી શકે છે.
Mohammed Shami : ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ દરમિયાન ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફિટનેસનો હવાલો આપીને પસંદગીકારોએ મોહમ્મદ શમીને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર કરી દીધો હતો.
Hasin Jahan : મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેના પછી ચાહકોમાં અચાનક સનસનાટી મચી ગઈ છે. હસીન જહાંએ આ પોસ્ટથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
Mohammed Shami : મોહમ્મદ શમીને કોલકાતા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. શમીને તેની પત્ની અને પુત્રીને દર મહિને ભરણપોષણ તરીકે લાખો રૂપિયા ચૂકવવા પડશે. આ પહેલા અલીપોર કોર્ટે દર મહિને 50,000 રૂપિયા અને પુત્રીને 80,000 રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો.
Indian Cricket Team: ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિશે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો. તેમણે કહ્યું કે, જ્યારે મોહમ્મદ શમીને બિરયાની માટે અટકાવવામાં આવ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને ભારતીય ફાસ્ટ બોલરે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. શાસ્ત્રીએ કહ્યું કે મેચ પૂરી થયા પછી, શમીએ પોતાના અનોખા અંદાજમાં કહ્યું કે ,તમારે મને આ રીતે ગુસ્સે કરવો જોઈએ. જાણો શું છે આખી કહાની.
IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા મોહમ્મદ શમી વિશે એક મોટી અપડેટ સામે આવી છે. ભારતીય ટીમને મોટો ઝટકો લાગી શકે છે.
Champions Trophy Final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તેની જ ઓવરમાં એક એવી ભૂલ કરી હતી, જેના પર રોહિત શર્મા અને વિરાટ કોહલી ગુસ્સે થયા હતા.
India vs New Zealand Match Highlights: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છેલ્લી ગ્રુપ મેચ રવિવારે ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી, જેમાં ભારતીય ટીમ 44 રને જીતી ગઈ. આ મેચમાં ભારતીય ટીમને 250 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલીની કારકિર્દીની આ 300મી ODI હતી.
Champions Trophy : ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતીકાલે એટલે કે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. બંને દેશો વચ્ચે રમાનાર આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યાથી દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આરામ આપવામાં આવી શકે છે.
India vs New Zealand Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી શાનદાર જીત હાસિલ કરી છે. જો કે, ટીમ ઈન્ડિયાના કેટલીક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ ઈજાને કારણે પરેશાન જોવા મળ્યા હતા.