સાયના નહેવાલના લગ્નની તારીખ જાહેર, આ પ્લેયર સાથે પરણશે

ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાયના નહેવાલ આ વર્ષમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. સાયના નહેવાલ અને બેડમિન્ટન પ્લેયર પારુપલ્લી કશ્યપ આ વર્ષના અંત સુધી લગ્ન કરવા જઈ રહ્યાં છે. આ બંને બેડમિન્ટન સ્ટાર્સ ગત 10 વર્ષથી રિલેશનમાં છે. હવે આ બંને પ્લેયર્સ આ સંબંધને મજબૂત કરવા જઈ રહ્યાં છે.
સાયના નહેવાલના લગ્નની તારીખ જાહેર, આ પ્લેયર સાથે પરણશે

નવી દિલ્હી : ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાયના નહેવાલ આ વર્ષમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. સાયના નહેવાલ અને બેડમિન્ટન પ્લેયર પારુપલ્લી કશ્યપ આ વર્ષના અંત સુધી લગ્ન કરવા જઈ રહ્યાં છે. આ બંને બેડમિન્ટન સ્ટાર્સ ગત 10 વર્ષથી રિલેશનમાં છે. હવે આ બંને પ્લેયર્સ આ સંબંધને મજબૂત કરવા જઈ રહ્યાં છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, હૈદરાબાદની બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલ અને પી.કશ્યપ હવે લગ્ન કરવા જઈ રહ્યાં છે. બંનેના લગ્ન 16 ડિસેમ્બર, 2018ના રોજ થશે. આ લગ્ન સમારોહ એકદમ અંગત રહેશે. જેમાં લગભગ 100 જેટલા લોકો હાજરી આપશે. લગ્નનુ રિસેપ્શન 21 ડિસેમ્બરના રોજ યોજાશે. 

તેમના પારિવારિક સૂત્રોનું કહેવું છે કે, બંનેના પરિવારો લાંબા સમયથી તેમના લગ્નનું પ્લાનિંગ કરી રહ્યાં છે. પરંતુ હવે જઈને લગ્નની તારીખ નક્કી થઈ છે. બંનેએ લાંબા સમય સુધી તેમનો સંબંધ મીડિયા સાથે છુપાયેલા રાખ્યો હતો, જોકે, બંને એકસાથે અનેકવાર સ્પોટ થયા છે. એટલું જ નહિ, તેઓએ જ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે.  

Saina Nehwal, Parupalli Kashyap

પી.કશ્યપ અને સાયના હંમેશા મીડિયાથી દૂર રહેતા હતા. કહેવાય છે કે, બંનેની પહેલી મુલાકાત 2005માં પુલેલા ગોપીચંદની એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન થઈ હતી. 

28 વર્ષીય સાયના અને 32 વર્ષીય કશ્યપ હવે એ લિસ્ટમાં સામેલ થવા જઈ રહ્યાં છે, જેમાં બોલિવુડની અનેક હસ્તીઓના નામ છે. આ સેલિબ્રિટીઝ પણ આ જ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યાં છે. 20 ટાઈટલ જીતી ચૂકેલ સાયનાએ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. પારુપલ્લી કશ્યપે પણ બેડમિન્ટનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે છઠ્ઠા રેન્ક પર રહ્યો હતો. 

Saina Nehwal, Parupalli Kashyap

પી.કશ્યપે 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કશ્યપ સાયનાને હંમેશા પોતાની સારી મિત્ર અને પાર્ટનર બતાવે છે. બંનેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની અનેક તસવીરો સાથે જોવા મળે છે. હાલમાં જ પી.કશ્યપે પોતાનો જન્મદિવસ સાયના નહેવાલ સાથે ઉજવ્યો હતો. કશ્યપનો જન્મદિવસ 8 સપ્ટેમ્બરના રોજ હતો. જેની તસવીરો સાયનાએ શેર કરી હતી. 

રેન્કિંગના મામલે જોઈએ તો, 28 વર્ષની સાયના નહેવાલ વર્લ્ડ રેન્કિંગમાં 10મા રેન્ક પર છે, જ્યારે કે 32 વર્ષીય પી.કશ્યપ 57માં નંબર પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news