સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને પાક સિરીઝમાં સ્થાન નહીં, આઈપીએલથી કરશે વાપસી

બોલ ટેમ્પરિંગ મામલામાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને પાકિસ્તાન વિરુદ્ધ તક આપવામાં આવશે નહીં. બંન્ને આઈપીએલથી વાપસી કરશે. 

  સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને પાક સિરીઝમાં સ્થાન નહીં, આઈપીએલથી કરશે વાપસી

સિડનીઃ પાકિસ્તાન વિરુદ્ધ વનડે સિરીઝના અંતિમ બે મેચોમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરના રમવાની રાહ જોઈ રહેલા ફેન્સને ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે, બંન્નેનો પ્રતિબંધ ત્યાર સુધી સમાપ્ત થવાનો છે પરંતુ તેને ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક પણ ટીમમાંથી બહાર છે, જેને શ્રીલંકા વિરુદ્ધ કેનબરામાં બીજી ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી. 

સ્મિથ અને વોર્નર પર બોલ ટેમ્પરિંગ પ્રકરણને કારણે લગાવેલો પ્રતિબંધ 28 માર્ચે પૂરો થઈ રહ્યો છે એટલે કે બંન્ને ખેલાડી ચોથી વનડે માટે ઉપલબ્ધ હતા. પસંદગીકાર ટ્રેવર હોન્સે કહ્યું, તેનો પ્રતિબંધ 28 માર્ચે સમાપ્ત થઈ જશે. બંન્ને કોણીના ઓપરેશન બાદ રિહૈબિલિટેશનમાં છે અને તે વાત પર મંજૂરી વ્યક્ત કરવામાં આવી કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગના માધ્યમથી વાપસી કરશે. 

તેમણે કહ્યું, ડેવિડ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે અને સ્ટીવ સ્મિથ રાજસ્થાન રોયલ્સ માટે રમશે. અમે તે બંન્ને અને તેની આઈપીએલ ક્લબો સાથે સંપર્કમાં રહીશું કારણ કે અમારે વિશ્વકપ અને એશિઝ પર  ધ્યાન આપવાનું છે. 

પાકિસ્તાન સામેની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડ્સકોમ્બ, ગ્લેન મેક્સવેલ, એશ્ટોન ટર્નર, માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, નાથન કુલ્ટર નાઇલ, ઝાય રિચર્ડસન, કેન રિચર્ડસન, જેસન બેહરેનડોર્ફ, નાથન લાયન, એડમ ઝમ્પા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news