ટી10 ક્રિકેટઃ 10 ઓવરમાં ફટકારી દીધા 183 રન, બની ગયો રેકોર્ડ
શારજહામાં રમાઈ રહેલી ટી10 લીગમાં શુક્રવારે નોર્ધન વોરિયર્સની ટીમે રેકોર્ડ 183 રન બનાવી દીધા. ટી10 ક્રિકેટમાં આ સૌથી મોટો સ્કોર છે.
Trending Photos
નવી દિલ્હીઃ T20 બાદ હવે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી10ને પણ ઝડપ પકડી લીધી છે. શારજહામાં ચાલી રહેલી ટી10 લીગમાં શુક્રવારે નોર્ધન વોરિયર્સ અને પંજાબી લેજેન્ડ્સ વચ્ચે લીગનો 8મો મેચ રમાયો, તો અહીં ટી10 ક્રિકેટનો નવો રેકોર્ડ બની ગયો હતો. નોર્ધન વોરિયર્સની ટીમે અહીં નિર્ધારિત 10 ઓવરમાં 183 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. આ ઈનિંગમાં નોર્ધન વોરિયર્સની ટીમે કુલ 19 સિક્સ અને 10 ફોર ફટકારી હતી.
આ વિશાળ સ્કોરને સંભવ બનાવ્યો નોર્ધનના વિકેટકીપર બેટ્સમેન નિકોલ્સ પૂરનની શાનદાર ઈનિંગ. પૂરને માત્ર 25 બોલ રમીને 308ની સ્ટ્રાઇક રેટથી 77 રન ફટકાર્યા હતા. આ ઈનિંગમાં તેણે 2 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. નિકોલ્સની સાથે લેંડલ સિમન્સે ઈનિંગની શરૂઆત કરી અને બંન્નેએ 6.5 ઓવરમાં 107 રન બનાવી લીધા હતા. ત્યારબાદ આંદ્રે રસેલ બેટિંગમાં આવ્યો અને તેણે ક્રીઝ પર આવતા જ નોર્ધન વોરિયર્સના તોફાનને વધુ ઝડપે આગળ વધાર્યું હતું.
રસેલે માત્ર 9 બોલમાં 3 સિક્સની મદદથી 38 રન ફટકારી દીધી હતી. આ વચ્ચે 130ના સ્કોર પર નિકોલ્સ આઉટ થયો, તો રોવમૈન પોવેલ મેદાનમાં આવ્યો અને તેણે 2 ફોર અને 2 સિક્સની મદદથી 21 રન ફટકારીને પોતાની ટીમને આ વિશાળ લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. આ રીતે વોરિયર્સની ટીમે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 183 રનનો વિશાળ સ્કોર કર્યો હતો.
184 રનના જવાબમાં ઉતરેલી પંજાબી લેજન્ડ્સની ટીમ 10 ઓવરમાં 84 રન બનાવી શકી હતી. પંજાબી માટે સર્વાધિક રન અનવર અલી (18)એ બનાવ્યા હતા. તેના પાંચ ખેલાડી બે આંકડા સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહ્યાં હતા. આ રીતે વોરિયર્સે 99 રનથી આ મેચ પોતાના નામે કરી લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે