Wimbledon 2021: નોવાક જોકોવિચ છઠ્ઠીવાર વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બન્યો, કરિયરનું 20મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ કબજે કર્યું

સર્બિયાના સ્ટાર ખેલાડી જોકોવિચે વિમ્બલ્ડનનું ટાઇટલ જીતવાની સાથે રોજર ફેડરર અને રાફેલ નડાલના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 
 

 Wimbledon 2021: નોવાક જોકોવિચ છઠ્ઠીવાર વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બન્યો, કરિયરનું 20મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ કબજે કર્યું

લંડનઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન વર્લ્ડ નંબર વન સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે (Novak Djokovic) વર્ષના ત્રીજા ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડનનું (Wimbledon) ટાઇટલ જીતી લીધું છે. તેણે ફાઇનલ મુકાબલામાં રવિવારે ઇટલીના મૈટિયો બેરેટિનીને 6-7, 6-4, 6-4, 6-3 થી પરાજય આપ્યો છે. આ તેનું છઠ્ઠું વિમ્બલ્ડન ટાઇટલ અને કુલ 20મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. આ સાથે તેણે રોજર ફેડરર અને રાફેલ નડાલના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 

મેચનો પ્રથમ સેટ ઇટલીના ખેલાડીના નામે રહ્યો, જ્યારે ત્યારબાદ નોવાક જોકોવિચે શાનદાર વાપસી કરી તો સતત ત્રણ સેટ પોતાના નામે કરતા જીત મેળવી છે. તેણે 6-4, 6-4, 6-3 થી સતત ત્રણ સેટ પોતાના નામે કર્યાં છે. 

— Wimbledon (@Wimbledon) July 11, 2021

આ પહેલા જોકોવિચે પુરૂષ સિંગલ્સની બીજી સેમીફાઇનલમાં કેનેડાના ખેલાડી ડેનિસ શાપાવાલોપને સીધા સેટોમાં 7-6(3) 7-5 7-5 થી પરાજય આપી 7મી વખત વિમ્બલ્ડનના ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. બીજી તરફ મૈટિયો બેરેટિનીએ પોતાની દમદાર સર્વિસ અને શક્તિશાળી ફોરહેન્ડનો શાનદાર નમૂનો રજૂ કરી હૂબર્ટ હરકાજને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 

છેલ્લા 45 વર્ષોમાં પ્રથમ વખત છે જ્યારે ઇટલીનો કોઈ ખેલાડી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચ્યો હતો. બેરેટિની પહેલા એડ્રિયાનો પેનેટા ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચચનાર છેલ્લા ઇટાવલી ખેલાડી હતી. તે 1976માં ફ્રેન્ચ ઓપનના ફાઇનલમાં પહોંચ્યા હતા. 25 વર્ષીય બેરેટિનો આ પહેલા 2019માં યૂએસ ઓપનના સેમીફાઇનલમાં પહોંચ્યો હતો પરંતુ તેનાથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news