વર્લ્ડ કપઃ ભારત વિરુદ્ધ અલગ રીતે જશ્ન મનાવવા ઇચ્છતા હતા પાક ખેલાડી, બોર્ડે પાડી ના

સરફરાઝની આગેવાની વાળી પાકિસ્તાની ટીમની આ માગ ભારતીય ટીમ દ્વારા માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વનડે મેચમાં સેનાની કેપ પહેરવાના પ્રતિકારના રૂપમાં કરવામાં આવી હતી. 

વર્લ્ડ કપઃ ભારત વિરુદ્ધ અલગ રીતે જશ્ન મનાવવા ઇચ્છતા હતા પાક ખેલાડી, બોર્ડે પાડી ના

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ-2019માં પાકિસ્તાની ખેલાડી 16 જૂને ભારત વિરુદ્ધ રમાનારી મેચમાં વિકેટ મળ્યા બાદ અલગ પ્રકારે ઉજવણી કરવા ઈચ્છતા હતા. તેની આ ઈચ્છાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ નકારી દીધી છે. પાકિસ્તાનની વેબસાઇટ 'પાક પેશન'ના સંપાદક સાજ સાદિકે ટ્વીટ કર્યું કે, પીસીબીએ સરફરાઝ અહમદ અને તેની ટીમની તે અપીલને નામંજૂર કરી દીધી છે જેમાં તે ભારત વિરુદ્ધ રમાનારી મેચમાં વિકેટ લીધા બાદ અલગ પ્રકારે જશ્ન મનાવવાની માગ કરી રહ્યાં હતા. 

— Saj Sadiq (@Saj_PakPassion) June 7, 2019

પાકિસ્તાની ટીમની આ માગ ભારતીય ટીમ દ્વારા માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વનડે મેચમાં સેનાની કેપ પહેરવાના પ્રતિકારના રૂપમાં કરવામાં આવી હતી. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40થી વધુ સીઆરપીએફ જવાન શહીદ થયા હતા. તેમને નમન કરવા માટે ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં સેના જેવી કેપ પહેરી હતી. 

સાદિકે ટ્વીટ કર્યું, 'રિપોર્ટ પ્રમાણે, પીસીબીએ પોતાના ખેલાડીને કહ્યું કે, તે ક્રિકેટ પર ધ્યાન આપે અને બોર્ડે સરફરાઝ અહમની ટીમની તે અપીલને નકારી દીધી.'

— Saj Sadiq (@Saj_PakPassion) June 7, 2019

આ સાથે પીસીબીના ચેરમેન અહસાન અલીનો જવાબ લખ્યો છે જેમાં અહસાને કહ્યું, 'આપણે તે ન કરી શકીએ જે અન્ય ટીમો કરે છે. ઘણી રીતે જશ્ન મનાવી શકાય છે જેમ કે મિસ્સાબ ઉલ હલે લોર્ડ્સમાં મનાવ્યો હતો, તે પણ સેનાને નમન હતું પરંતુ વિકેટ પડવા પર કંઇ અલગ નહીં.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news