અશ્વિન સાંકડસરિયા

કાજલ ઓઝા વૈદ્યની અરજીની સુનાવણીમાં અશ્વિન સાંકડસરિયા રહ્યા ગેરહાજર

સોશિયલ મીડિયા પર છબી ખરડાય તેવું લખાણ લખવાના વિરુદ્ધમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અમદાવાદ શહેરની સિટી સિવિલ કોર્ટમાં અશ્વિન સાંકડસરિયા નામની વ્યક્તિ સામે બદનક્ષીનો દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. ગુરૂવારે આ અરજીની સુનાવણી દરમિયાન જેમની સામે અરજી કરાઈ છે તે અશ્વિન સાંકડસરિયા કે તેમનો વકીલ બંનેમાંથી કોઈ પણ કેસની સુનાવણી દરમિયાન હાજર ન રહેતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. 

Sep 19, 2019, 07:22 PM IST

જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્યે અશ્વીન સાંકડસરિયા સામે કર્યો બદનક્ષીનો દાવો

જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્ય અને તેમના દિકરાએ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. જેમાં પાટીદાર આરક્ષણ સંધર્ષ સમીતી નવી દિલ્હીનો નેશનલ કો-ઓર્ડીનેટર અશ્વીન સાંકડસરીયાએ સોશિયલ મીડિયા પર સતત સમાજમાં છબી ખરડાય અને બદનક્ષી ભર્યા નિવેદનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ઉપરાંત જે પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવી હતી તેના સ્ક્રીન શોર્ટ પણ પુરાવા સ્વરૂપે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 

Sep 18, 2019, 08:32 PM IST