આઇસક્રીમ News

ગુજરાતમાં સૌ પ્રથમ શરૂ થઇ ઊંટણીના દુધની ડેરી, બનાવાશે આઇસક્રીમ અને ચોકલેટ
કચ્છમાં ઊંટણીના દુધ માટે ગુજરાતની પ્રથમ સરહદ ડેરી શરૂ કરી રહી છે. ઊંટણીના દૂધનો ઉપયોગ પણ વધી રહ્યો છે જેમાંથી ઊંટની આઈસ્ક્રીમ,ચોકલેટ અને દૂધમાંથી સાબુ પણ બને છે તો સજીવ ખેતી માટે ઊંટના પેશાબ અને પોદરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લોએ માલધારીઓનો પ્રદેશ જેના લીધે અહી માનવ વસ્તી જેટલી જ પશુની પણ વસતી છે. પરંતુ જેટલા પ્રમાણમાં ગાય અને ભેંસને મહત્વ અપાઈ રહ્યું છે તેટલા પ્રમાણમાં પહેલા ઊંટને મહત્વ મળતું નહોતું. જેના લીધે આ પ્રાણી હાલે અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે હવે ઊંટ પાલકો સંગઠન બનાવી એકજુટ બન્યા હોવા ઉપરાંત ઊંટડીના દૂધની ડેરી શરૂ  થઇ રહી છે. સુષ્ક વાતાવરણ અને કઠીન પરિસ્થિતિમાં અનુકુળ થયેલું સૌથી શ્રેષ્ઠ પ્રાણી ઉંટ છે.
Aug 2,2018, 13:02 PM IST

Trending news