સૂર્યકુમાર યાદવ પાસેથી નંબર વનની ખુરશી છીનવાઈ, ICC T20 રેન્કિંગમાં જબરદસ્ત ઉથલપાથલ

SuryaKumar Yadav: ભારત સેમીફાયનલમાં પહોંચી ગયું છે.  ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની T20 રેન્કિંગમાં ટ્રેવિસ હેડ નંબર વન બેટ્સમેન બની ગયો છે, જ્યારે ભારતનો સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને સરકી ગયો છે.

સૂર્યકુમાર યાદવ પાસેથી નંબર વનની ખુરશી છીનવાઈ, ICC T20 રેન્કિંગમાં જબરદસ્ત ઉથલપાથલ

ICC T20 Rankings Travis Head SuryaKumar Yadav:ભારત  T20 વર્લ્ડ કપ 2024 માં જીતવાની દાવેદાર ટીમ ગણાય છે. ભારતે તમામ મેચો જીતીને સેમીફાયનલમાં સ્થાન બનાવ્યું છે. વિશ્વકપની વચ્ચે ICC દ્વારા નવી T20 રેન્કિંગ જાહેર થઈ છે. આ વખતે રેન્કિંગમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે લાંબા સમયથી નંબર વન પદ પર રહેલા ભારતના સૂર્યકુમાર યાદવે હવે નંબર 2 પર પહોંચી ગયો છે. હેડ સતત રમતમાં બેસ્ટ પર્ફોમન્સ આપી રહ્યો છે. 

ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ T20માં નંબર વન બેટ્સમેન બનવામાં સફળ રહ્યો છે. ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ, પાકિસ્તાનના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની રેન્કિંગને પણ નુકસાન થયું છે.

ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર હજુ પણ 716 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર છે. ભારતની યશસ્વી જયસ્વાલનું રેટિંગ 672 છે અને તે સાતમા નંબરે છે. સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ 659 રેટિંગ સાથે આઠમાં નંબર પર છે. વેસ્ટ ઈન્ડિઝના બ્રેન્ડન કિંગ 656 રેટિંગ સાથે 9માં નંબર પર યથાવત છે.

જોન્સન ચાર્લ્સ અને રહેમાનુલ્લા ગુરબાઝને પણ મોટો ફાયદો 
આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝનો જોન્સન ચાર્લ્સ એક સાથે 4 સ્થાનની છલાંગ લગાવવામાં સફળ રહ્યો છે. તે હવે 655 રેટિંગ સાથે 10માં નંબરે પહોંચી ગયો છે.  અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝે એક સાથે 5 સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે 648 રેટિંગ સાથે 11મા નંબર પર પહોંચી ગયો છે.

ટ્રેવિસ હેડ પહેલા નંબરે અને સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને 
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી T20 રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ નંબર વન બેટ્સમેન બની ગયો છે. આ વખતે તેણે એક સાથે 4 સ્થાનની છલાંગ લગાવી છે. હવે ટ્રેવિસ હેડનું રેટિંગ 844 થઈ ગયું છે. ટ્રેવિસ હેડ તાજેતરમાં ટોપ 10માં પણ નહોતો, પરંતુ હવે તે ટોપ પર પહોંચી ગયો છે.

હાલમાં સૂર્યનું રેટિંગ 842 છે. એટલે કે પ્રથમ અને બીજા બેટ્સમેન વચ્ચે માત્ર બે રેટિંગ પોઈન્ટનો તફાવત છે. ટૂંક સમયમાં આ રેટિંગ બદલાઈ શકે છે. પરંતુ આ માટે સૂર્યાએ મોટી ઇનિંગ્સ રમવી પડશે.

સૂર્યકુમાર યાદવ એકમાત્ર એવો બેટ્સમેન નથી જેને નુકસાન થયું હોય. ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટને એક સ્થાનનું નુકસાન થયું છે. તેનું રેટિંગ હવે 816 છે. પાકિસ્તાનનો બાબર આઝમ પણ એક સ્થાન નીચે ગયો છે. તે 755 રેટિંગ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન હવે 746 રેટિંગ સાથે 5માં નંબર પર પહોંચી ગયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news