cricket match

T20 World Cup માં આજે પાકિસ્તાન સામે ભારત જીતે તો 10 લીટર પેટ્રોલ મફત! વાયરલ થયો મેસેજ

ભારત-પાકિસ્તાન મેચ અંગે 'મીમ ચેટ'ની મજબૂત ઓફર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અજીબો ગરબી ચેટ જોઈને તમે પણ હસ્યા વગર નહીં રહી શકો. ભારત જીતો તો આપવામાં આવી રહી છે વિવિધ ઓફર. તો કોઈ કહી રહ્યું છે ભારત જીતશે ઉત્સવની તૈયારી કરો

Oct 24, 2021, 11:14 AM IST

T20 World Cup માં આજે મહામુકાબલો, દુબઈના મેદાનમાં પાકિસ્તાનને પછાડશે ભારત

આજે સાંજે 7:30 વાગે મહામુકાબલો, T20 વર્લ્ડકપમાં આજે પાક. વિરુદ્ધ ભારતની પ્રથમ મેચ. ક્રિકેટ રસિકો હંમેશા જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવો મહામુકાબલો એટલે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ. સરહદ પર ચાલી રહેલાં તણાવની સ્થિતિને કારણે ભારતે લાંબા સમયથી પાકિસ્તાન સાથેના સંબંધો ઓછા કરી દીધાં છે. અને તેમની સાથે ક્રિકેટની રમત પણ બંધ જ છે. જોકે, આ મુકાબલો આઈસીસીની આંતરરાષ્ટ્રીય વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેનો હોવાથી બન્ને દેશો મેદાનમાં ટકરાશે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ ક્રિકેટ મેચ જોવા મળશે.

Oct 24, 2021, 06:41 AM IST

ક્રિકેટના ચાહકો ક્યારેય નહીં ભૂલી શકે ભારત-પાક વચ્ચેની આ 5 હાઈ વોલ્ટેજ મેચ, પોક મુકીને રોતા હતા પાકિસ્તાની ખેલાડીઓ!

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટના મેદાન પર થનારી હરિફાઈ કોઈનાથી છૂપાયેલી નથી. ફરી એકવાર બંને પાડોશી દેશો ટી-20 વર્લ્ડ કપ 2021માં આમને-સામને થશે.

Oct 20, 2021, 08:24 AM IST

'Hotel માંથી એક પગલું બહાર નિકળતાં જ થશે હુમલો', આ 5 દેશોએ NZ ટીમને આપી હતી ચેતવણી

મેચ શરૂ થતાં પહેલાં 5 દેશોની સુરક્ષા એજન્સીઓએ હુમલાની જાણકારી આપી હતી. તેમાં ન્યૂઝીલેંડ, કેનેડા, યૂએસએ, યૂકે અને ઓસ્ટ્રેલિયાનું નામ સામેલ છે.

Sep 19, 2021, 11:10 AM IST

Ind vs SL: ધવનના નામે મોટો રેકોર્ડ, શિખર ધવને સૌરવ ગાંગુલીને પાછળ છોડ્યો

શિખર ધવન વનડેમાં સૌથી એક મોટો રેકોર્ડ હાંસલ કરવાની તક હતી અને તે તક તેણે ઝડપી લીધી. જેની મદદથી તેણે ભારતના પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો હતો.

Jul 19, 2021, 07:12 AM IST

જ્યારે Sachin Tendulkarએ પાકિસ્તાનની ટીમ માટે રમી હતી ક્રિકેટ

સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ વર્ષ 1989માં પાકિસ્તાન સામે ડેબ્યુ કર્યું હતું. તે પહેલા વર્ષ 1987માં તેમણે પાકિસ્તાનની ટીમ તરફથી ફિલ્ડિંગ કરી હતી.

Dec 28, 2020, 08:22 PM IST

ICC ODI RANKINGS: હાર્દિક પંડ્યા પહેલી વાર ટોપ-50માં, વિરાટ કોહલી નંબર વન

ગુરુવારે જાહેર થયેલા ICC ODI RANKINGSમાં વન-ડે બેટિંગ રેન્કિંગમાં પહેલા ચાર સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. કોહલીએ 870 પોઈન્ટ સાથે પોતાનું પહેલું સ્થાન વધારે મજબૂત કર્યું છે. બીજા નંબર પર 842 પોઈન્ટ મેળવનાર ભારતીય ઓપનર રોહિત શર્મા છે.

Dec 11, 2020, 04:04 PM IST

T20 વર્લ્ડ કપ: 2021માં મેજબાની કરશે ભારત, 2022ની ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં

ટી-20 વર્લ્ડ કપ 2021ની મેજબાનીને લઇને માર્ગ સ્પષ્ટ થઇ ગયો છે. આ ટૂર્નામેન્ચ ભારતમાં જ રમાશે. જ્યારે ત્યારબાદ 2022માં આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. આ મામલે નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના પ્રમુખ આતંરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની શુક્રવારે યોજેયલી બેઠકમાં લેવાયો છે.

Aug 7, 2020, 08:23 PM IST
Tickets Sale In Black Before The Cricket Match In Rajkot PT47M8S

રાજકોટમાં ક્રિકેટ મેચ પહેલાજ ટિકિટના કાળાબજારનો મોટો પર્દાફાશ, જુઓ Video

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ બહાર ટિકિટના કાળા બજારનો વધુ એક પર્દાફાશ થયો છે. રિપોર્ટરે કહ્યું અમારી પાસે 1500ના ભાવની બે ટીકીટ છે વધુ બે ટીકીટ જોઈએ છે. દલાલએ કહ્યું 1500ની બે ટીકીટ અને 6500 રૂપિયા આપો હું તમને 1800 કિંમતની 4 ટીકીટ આપુ.

Jan 16, 2020, 08:55 PM IST

24મી સપ્ટેમ્બરે સુરત શહેરમાં યોજાશે પ્રથમવાર ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ

સુરતમાં 24મી સપ્ટેમ્બરનો દિવસ મહત્વનો છે, કારણ કે શહેરના ઇતિહાસમાં પહેલી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ ટુર્નામેન્ટ મહિલા ક્રિકેટની છે, પરંતુ બે મહત્વની ટીમો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ ટી20 ડે-નાઈટ મેચ યોજાવવાની છે. ટી 20 ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ બન્ને ટીમના કેપ્ટન્સ અને કોચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. 

Sep 23, 2019, 11:49 PM IST

ગુજરાત વિધાનસભામાં પણ ક્રિકેટ ફિવર, હર્ષ સંધવી ક્રિકેટ ટીમની ટીશર્ટમાં દેખાયા

ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે આજે સેમીફાઇનલ ક્રિકેટ મેચ ચાલી રહી છે. સમગ્ર દેશની વર્લ્ડ કપનો ફિવર જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસું સત્રમાં વિધાનસભામાં સુરતના ધારાસભ્ય હર્ષ સંધવી ક્રિકેટને ચીયર અપ કરતી ટીશર્ટ પહેરીને જોવા મળ્યા હતા. 

Jul 9, 2019, 05:38 PM IST

સંસ્કૃત ક્રિકેટ ટૂર્નામેન્ટઃ ધોતી-કુર્તા પહેરીને બટુકોએ ફટકાર્યા ચોગ્ગા-છગ્ગા, સંસ્કૃતમાં થઈ કોમેન્ટ્રી

વારાણસીના સંસ્કૃત વિશ્વવિદ્યાલયના શાસ્ત્રાર્થ મહાવિદ્યાલયની ડાયમંડ જયંતીના અવસર પર સંસ્કૃત ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
 

Feb 12, 2019, 08:50 PM IST

IPL 2018 : વિરાટ કોહલીએ મુંબઇને પછાડી બનાવ્યા અનોખા રેકોર્ડ

વિરાટ કોહલીની બેંગલુરૂ ટીમે મંગળવારે રાતે મુંબઇને હરાવ્યા બાદ પોતાનું સ્થાન પ્લે ઓફની રેસમાં પાક્કું કર્યું છે. આ મેચમાં વિરાટ મોટી ઇનિંગ રમી શક્યો ન હોવા છતાં રેકોર્ડ પોતાને નામ કર્યો છે. 

May 2, 2018, 11:48 AM IST

આવતીકાલે વડોદરા ખાતે ભારત V/S ઓસ્ટ્રેલિયા ટકરાશે, બંને ટીમોએ જીતનો દાવો માંડ્યો

ભારત સામે ટક્કર લેવા ઓસ્ટ્રેલીયન ટીમ પણ વડોદરા આવી પહોંચી હતી. ઓસ્ટ્રેલીયન ટીમની ખેલાડીઓએ પણ નેટ પ્રેક્ટીસ દ્વારા વિજયની તૈયારી કરી છે. ભારતની મજબૂત ટીમને હરાવવા માટે તેઓ સતત પ્રેક્ટીસમાં લાગ્યા છે. ઓસ્ટ્રેલીયન કેપ્ટન મેગ લેનિંગ મુજબ બેટિંગ પીચનો તેમને ફાયદો મળશે.

Mar 11, 2018, 08:20 PM IST

3 D વિના આજે મેદાને ઉતરશે દક્ષિણ આફ્રિકા, ભારત જીતશે તો નવો વિક્રમ

દક્ષિણ આફ્રિકાએ ભારત વિરૂધ્ધ ત્રીજી વન-ડે પહેલા પોતાના પાંચ સ્પિનરો સાથે પ્રેક્ટિસ કરી હતી કે જેથી તેઓ યુજેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની ઘાતક બોલિંગનો સામનો કરી શકે. યાદવ અને ચહલે પ્રથમ બે મેચમાં 13 વિકેટ લીધી હતી. ફાસ્ટર કાગિસો રબાડાએ કહ્યું કે, ટીમનું પ્રદર્શન અત્યાર સુધી જોઇએ એવું નથી રહ્યું. ભારતીય ટીમ મજબૂત છે. જેણે ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું હતું તે જબરજસ્ત ફોર્મમાં છે.

Feb 7, 2018, 11:39 AM IST

U-19 વર્લ્ડ કપ : ફાઇનલમાં પહોંચી ગયું ભારત, પાકિસ્તાનને 203 રને કચડી નાખ્યું

પાકિસ્તાનની ટીમ 29.3 ઓવરમાં માત્ર 69 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી

Jan 30, 2018, 10:19 AM IST