એક્સિસ બેંક

ફ્લિપકાર્ટ લોન્ચ કરશે પોતાનું ક્રેડિટ કાર્ડ, અનલિમિટેડ કેશબેક સાથે મળશે આ સુવિધાઓ

દેશની સૌથી મોટી ઇ-કોમર્સ ફ્લિપકાર્ટ (Flipkart) એક્સિસ બેંક (Axis Bank) અને માસ્ટરકાર્ડ (Mastercard) સાથે પોતાના ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા જઇ રહી છે. ફ્લિપકાર્ટના નવા ક્રેડિટ કાર્ડમાં ઓનલાઇન અને ઓફલાઇન શોપિંગ પર 5 ટકા કેશબેક સાથે અનલિમિટેડ કેશબેક મળશે. આ ઉપરાંત ગ્રાહકોને ઘણી સુવિધાઓ મળશે. જુલાઇમાં કેટલાક ગ્રાહકોને આ સુવિધા મળશે અને આગામી સમયમાં તેને અન્ય ગ્રાહકો સુધી પણ પહોંચાડવામાં આવશે.

Jul 15, 2019, 03:35 PM IST

અડધી રાત્રે લૂંટાયું Axis બેંકનું ATM, 11.50 લાખની ચોરીથી રાજકોટમાં ખળભળાટ

રાજકોટમાં એટીએમને લૂંટવાની ઘટના સામે આવી છે. એક્સિસ બેંકના એટીએમમાં પૂરા સાડા અગિયાર લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. અંધારાનો લાભ લઈને એટીએમ તોડીને છૂ થઈ જનાર ચોરના આતંકને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી.

Jul 2, 2019, 02:57 PM IST
Deputy CM Nitin Patel Holds Press Conference About Medical Course Entrance PT11M52S

NEET આધારિત અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગે ડેપ્યુટી CM નીતિન પટેલની પત્રકાર પરિષદ

નીટ આધારિત અભ્યાસક્રમોમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટેની જે અરજી કરવાની હોય છે અને પિન મેળવવાની હોય છે તે કાર્યક્રમ અંતર્ગત 23જૂનથી 30 જૂન દરમિયાન એક્સિસ બેંકની બ્રાન્ચમાંથી રકમ ભરવા પાત્ર હોય તે જગ્યાએ પૈસા ભરીને પીન નંબર મેળવવાનો રહેશે.

Jun 14, 2019, 07:05 PM IST

કઈ કંપનીના શેર ખરીદવાથી થશે મોટો ફાયદો? સવાલનો જવાબ જાણવા માટે કરો ક્લિક...

2019ના માર્ચ મહિનામાં અંદાશે 34,000 કરોડ રૂપિયાનું FII રોકાણ ભારતીય સ્ટોક માર્કેટમાં થયું હતું. આ રોકાણમાંથી 50 ટકા જેટલું રોકાણ બેન્કિંગ સ્ટોકમાં કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર વાત છે કે બેન્કિંગ ક્ષેત્રમાં જેટલું FII રોકાણ થયું છે એનું 75 ટકા રોકાણ જે મુખ્ય ચાર બેંકોમાં થયું છે.

Apr 29, 2019, 10:23 AM IST

SBI જ નહી, આ બેંકના એટીએમમાંથી પણ ડેબિટ કાર્ડ વિના નિકાળી શકો છો કેશ

ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તાજેતરમાં જ પોતાના યોનો એપ દ્વારા ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી કેશ કાઢવાની સુવિધા પોતાના ગ્રાહકોને આપી છે. જોકે આ પહેલી બેંક નથી, જે ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી પૈસા કાઢવાની સુવિધા આપી રહી છે. 

Apr 15, 2019, 03:48 PM IST

વેચાઇ શકે છે એક્સિસ બેંક, કોણ લગાવી શકે છે બોલી? શું છે હકીકત? જાણો

એક્સિસ બેંકની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લેતી નથી. બેંકના સીઇઓ શિખા શર્માના કાર્યકાળ ઘટાડવાના અનુરોધ બાદ બેંક ઉત્તરાધિકારીની શોધમાં છે એવામાં બેંક વેચાવાની છે એવી વાત સામે આવતાં બેંકિંગ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. એશિયાના સૌથી અમીર બેંકરો એક્સિસ બેંકને ખરીદવા માટે બોલી લગાવી શકે છે. જે અંગે જાપાનની બ્રોકરેજ ફર્મ નોમુરાના એક રિપોર્ટમાં કર્યો છે. નોમુરાનો દાવો છે કે એશિયાના સૌથી અમીર બેંકર ઉદય કોટક બેંકને ખરીદવા માટે બોલી લગાવી શકે છે. આ એમના માટે મોટી તક સમાન છે. અહીં ઉલ્લેખનિય છે કે, એક્સિસ બેંક દેશની સૌથી ત્રીજા નંબરની મોટી બેંક છે. 

Apr 11, 2018, 03:47 PM IST

આ રાજીનામું છે કે બીજું કંઇક..? શિખા શર્મા છોડશે એક્સિસ બેંકના CEO નું પદ

બે મહિના પહેલાં બેકિંગ કૌભાંડની તપાસ ખુલવાનું શરૂ ગઇ હતી. પીએનબી બાદ એક પછી એક કરીને સરકારી બેંકોએ આપેલી લોનને કૌભાંડ ગણાવી દીધી. ત્યારબાદ પ્રાઇવેટ બેંકોનો નંબર હતો. સૌથી પહેલાં આઇસીઆઇસીઆઇ બેંકનો કેસ સામે આવ્યો. 

Apr 10, 2018, 03:41 PM IST