ફ્લિપકાર્ટ લોન્ચ કરશે પોતાનું ક્રેડિટ કાર્ડ, અનલિમિટેડ કેશબેક સાથે મળશે આ સુવિધાઓ
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી મોટી ઇ-કોમર્સ ફ્લિપકાર્ટ (Flipkart) એક્સિસ બેંક (Axis Bank) અને માસ્ટરકાર્ડ (Mastercard) સાથે પોતાના ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા જઇ રહી છે. ફ્લિપકાર્ટના નવા ક્રેડિટ કાર્ડમાં ઓનલાઇન અને ઓફલાઇન શોપિંગ પર 5 ટકા કેશબેક સાથે અનલિમિટેડ કેશબેક મળશે. આ ઉપરાંત ગ્રાહકોને ઘણી સુવિધાઓ મળશે. જુલાઇમાં કેટલાક ગ્રાહકોને આ સુવિધા મળશે અને આગામી સમયમાં તેને અન્ય ગ્રાહકો સુધી પણ પહોંચાડવામાં આવશે.
ફ્લિપકાર્ટના અનુસાર, નવા કાર્ડ માટે ગ્રાહકોએ રજિસ્ટ્રેશન ચાર્જના રૂપમાં 500 રૂપિયા ચૂકવવા પડશે. વાર્ષિક 2 લાખ રૂપિયાની ખરીદી પર ચાર્જ માફ કરવામાં આવશે. તો દર મહિને ગ્રાહકોને સ્ટેટમેન્ટમાં કેશબેક ઓટો-ક્રેડિટ થઇ જશે. ફ્લિપકાર્ટ-એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા કંપનીના કો-બ્રાંડ મર્ચન્ટ ફ્લિપકાર્ટ, Myntra અને 2GUD પરથી સામાન ખરીદતાં ગ્રાહકોને 5 ટકા કેશબેક મળશે.
ફ્લિપકાર્ટ અને એક્સિસ બેંકે થર્ડ પાર્ટી મર્ચટ સાથે પણ ભાગીદારી કરી છે. જેમ કે મેક માઇ ટ્રિપ (MakeMyTrip), ઉબર (Uber), પીવીઆર (PVR), અર્બન ક્લૈપ (UrbanClap) અને ક્યોર ફિટ (Curefit). આ મર્ચન્ટ પાસેથી સામાન ખરીદતાં ગ્રાહકોને 4 ટકાનું કેશબેક મળશે. તો બીજી તરફ અન્ય બધા મર્ચન્ટ પાસેથી ખરીદતાં કાર્ડહોલ્ડરને 1.5 ટકાનું અનલિમિટેડ કેશબેક મળશે.
વેલકમ બેનિફિટ હેઠળ મળશે વધુ ફાયદો
ફ્લિપકાર્ટ-એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડના વેલકમ બેનિફિટ હેઠળ ગ્રાહકોને કો-બ્રાંડેડ મર્ચન્ટ્સ અને થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પરથી ખરીદતાં 3000 રૂપિયા મળશે. આ ઉપરાંત ગ્રાહકોને દેશભરમાં રેસ્ટોરન્ટમાં 20 ટકા સુધી છૂટ મળશે 1.5 ટકા કેશબેક મળશે. એટલું જ નહી, ગ્રાહકોને દર મહિને ફ્યૂલ સરચાર્જ પર 1 ટકા અથવા 500 રૂપિયાની છૂટ પણ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે