કાશ્મીરી વિદ્યાર્થીઓ

હુબલી: 3 કાશ્મીર વિદ્યાર્થીઓના દેશ વિરોધી નારા, નાગરિકોએ લમધાર્યા

કર્ણાટકનાં હુબલીનાં KLE એન્જિનીયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 3 કાશ્મીરી વિદ્યાર્થીઓ પર પાકિસ્તાનનાં સમર્થનમાં નારાઓ લગાવવાનો આરોપ છે. આ દેશદ્રોહી નારા કાલે 14 ફેબ્રુઆરીએ લગાવવામાં આવ્યા હતા જ્યારે પુલવામાં હુમલાનાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી હતી. સમગ્ર દેશ આ પ્રસંગે ગમગીન હતો. વીડિયો વાયરલ થયા બાદ લોકો ગુસ્સામાં છે. કર્ણાટક પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા શનિવારે ત્રણેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી. કોલેજનાં પ્રિન્સિપાલ બસાવારાજ અનામીનું કહેવું છે કે, કોલેજે પોલીસેમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમાં ત્રણેય વિદ્યાર્થીઓનું નામ સામે આવ્યું. ત્રણેય વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરવામાં આવશે. 

Feb 15, 2020, 08:51 PM IST