ટ્રેડ યુનિયન News

ટ્રેડ યૂનિયન હડતાળ: દેશમાં પ્રદર્શન હિંસક બન્યું, નાગરિકો સાથે પ્રદર્શન
કેન્દ્ર સરકારની જન વિરોધી નીતિઓની વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે મંગળવારથી 10 કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોએ 48 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું આહ્વાન કર્યું છે. દેશનાં અનેક હિસ્સાઓમાં વિરોધની અલગ-અલગ તસ્વીરો સામે આવી રહી છે. અનેક બસ સેવાઓ અટકી પડી છે.અનેક રેલવે ટ્રેક અટકાવીને પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અનેક સ્થળો પર હિંસાના સમાચારો આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 48 કલાકની આ હડતાળમાં ઇંટક, એટક, એચએમએસ, સીટૂ, એઆઇયૂટીયૂસી, ટીયૂસીસી, સેવા, એઆઇસીસીટીયૂ, એલપીએફ અને યૂટીયૂસીનો સમાવેશ થઇ રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સંબંદ્ધ ભારતીય મજુર સંઘ તેમાં ભાગ નથી લઇ રહ્યું. 
Jan 8,2019, 12:10 PM IST

Trending news