બેંક કૌભાંડ

મહેસાણા બેંકનો કર્મચારી બેંક પર આરોપ લગાવી ગુમ, સામે આવ્યું ધિરાણ કૌભાંડ

* મહેસાણા અર્બન બેંક વિવાદ માં સપડાઈ
* બેંક કર્મચારી ભરત પટેલ ગુમ થતા વિવાદ સર્જાયો
* ભરત પટેલે ચેરમેન સામે આક્ષેપો કરતી સુસાઇડ નોટ લખી ગાયબ
* ગુમ થવાના વિવાદો વચ્ચે ધિરાણ કૌભાંડ ના આક્ષેપ
* બેંક નું રાજકારણ બેંક ને બદનામ કરવા માં જવાબદાર હોવાનું અનુમાન

Sep 29, 2020, 10:48 PM IST

PNB કૌભાંડ: નીરવ મોદીને મોટો ઝટકો, ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર, સંપત્તિ જપ્ત થશે

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ (PNB Scam) કેસમાં નીરવ મોદી (Nirav Modi) ને મોટો આંચકો લાગ્યો છે. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં દેશ છોડીને ભાગેલા હીરાના વેપારી નીરવ મોદીને ભાગેડૂ આર્થિક અપરધી જાહેર કરી દેવામાં આવ્યો છે. વિશેષ કોર્ટ (ED)એ નીરવ મોદીને આર્થિક ભાગેડૂ અપરાધી જાહેર કર્યો છે.

Dec 5, 2019, 03:10 PM IST

બેંક ફ્રોડ મામલે CBIની મોટી કાર્યવાહી, એકસાથે 50 જગ્યાઓ પર દરોડા, 14 કેસ નોંધ્યા

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ મંગળવારે દેશભરમાં લગભગ 50 દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઇએ એક ખાસ અભિયાન અંતર્ગત દેશભરમાં બેંક ફ્રોડ અને કૌભાંડથી જોડાયેલા મામલે 12 રાજ્યોના 18 અલગ અલગ શહેરમાં એક સાથે આ કાર્યવાહી કરી છે.

Jul 2, 2019, 03:35 PM IST

જેલમાં જ રહેશે કૌભાંડી નીરવ મોદી બ્રિટનની કોર્ટે ફરી જામીન અરજી ફગાવી

નીરવ મોદીને ગત્ત મહીને 29 માર્ચે વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો, ત્યારે પણ તેની જામીન અરજી ફગાવી દેવાઇ હતી

Apr 26, 2019, 03:40 PM IST

PNB ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડી, એટીગુઆમાં પાસપોર્ટ સરેન્ડર

પીએનબી કૌભાડના મુખ્ય આરોપીઓ પૈકીનો એક મેહુલ ચોક્સી ભારતીય નાગરિકતા છોડી દીધી અને પોતે એન્ટીગુઆનો નાગરિક હોવાની જાહેરાત કરી હતી

Jan 21, 2019, 10:01 AM IST

PNB કૌભાંડ: મેહુલ ચોકસીના નજીકના દીપક કુલકર્ણીની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ

પીએનબી કૌભાંડમાં પ્રવર્તન નિદેશાલય(ED)ને મંગળવારે વધુ એક સફળતા મળી છે. ઇડીએ પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીના નજીકના ગણાતા દીપક કુલકર્ણીની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી છે. 
 

Nov 6, 2018, 11:25 AM IST

5000 કરોડના બેંક કૌભાંડમાં સંડોવાયેલા ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની દુબઈથી ધરપકડ

વડોદરાના સાંડેસરા ગ્રુપે 5000 કરોડનું કૌભાંડ કર્યુ હતું. ત્યારે અઢી મહિના પહેલા જ ઇ.ડી એ 4701 કરોડની મિલકત જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Aug 16, 2018, 11:58 AM IST

ભારતને મોટો આંચકો, એન્ટીગુઆએ મેહુલ ચોકસીને ભારત મોકલવા કર્યો સાફ ઇન્કાર

માંડ એક લાખ જેટલી વસ્તી ધરાવતા નાનકડા શહેર જેવડા દેશે ભારતના ભાગેડુ આરોપીના પ્રત્યાપર્ણ માટે ચોખ્ખી ના પાડી છે.

Aug 14, 2018, 12:25 PM IST

શું બંધ થઇ જશે PNB ની સૌથી મોટી બ્રાંચ? જાણો બેંકે શું આપ્યું નિવેદન

નીરવ મોદીના કૌભાંડના લીધે ચર્ચામાં આવેલી આ બેંકની બ્રેડી બાંચ બંધ થવાની ચર્ચા છે. જોકે બેંકે તેના પર વિરામ લગાવી દીધો છે. પરંતુ સૂત્રોનું માનીએ તો બેંક મેનેજમેંટે આ બ્રાંચને બંધ કરવા માંગતું હતું. બ્રાંચમાં હવે કોઇપણ પ્રકારનું કોર્પોરેટ બેકિંગ નહી થાય.

Jul 4, 2018, 01:58 PM IST

EXCLUSIVE: ICICI બેંક પર ગંભીર આરોપ, જમીનના બદલામાં આપી 6600 કરોડની લોન

એક પછી એક થઇ રહેલા લોન ફ્રોડના ખુલાસાથી દેશની બેંકોની સાખ પર સવાલ ઉભો થયો છે. માલ્યા, નીરવ, ચોક્સી જેવા નામોની સાથે હવે જેપી ગ્રુપનું નામ જોડાઇ ગયું છે. આ વખતે ફ્રોડનો શિકાર સરકારી નહી પરંતુ પ્રાઇવેટ સેક્ટરની દિગ્ગજ ICICI બેંક થઇ છે. જેપી ઇંફ્રાના રેલ્યોલૂશન પ્રોફેશનલને ICICI પર ગંભીર આરોપ લગાવ્યો છે. બેંક પર છેતરપિંડી અને ખોટા ટ્રાંજેક્શનનો આરોપ લાગ્યો છે. ઝી બિઝનેસને મળેલી એક્સક્લૂસિવ માહિતી અનુસાર આ મામલો જેપી એસોસિએટ્સને જમીનના બદલામાં લોન આપવાનો છે. ICICI પર આરોપ લાગ્યો છે કે તેણે પુરી તપાસ કર્યા વિના જેપી એસોસિએટ્સને લોન આપી. બેંકે ગ્રુપને એવી જમીનના બદલામાં લોન આપી જે કંપનીની ન હતી. 

Apr 11, 2018, 05:57 PM IST

121 પહેલાં PNBમાં થયું હતું કૌભાંડ, લાલા લાજપત રાયે ખોલી હતી પોલ

ભાગલા બાદ પીએનબી બેંક ભારતના ભાગમાં ન આવી હોત તો તે આજે પાકિસ્તાની બેંક હોત. આ તે જ બેંક છે, જેમાં ચર્ચિત જલિયાવાલા બાગ કાંડ સમિતિનું એકાઉંટ હતું. દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડ સામે ઝઝૂમી રહેલા પંજાબ નેશનલ બેંકની છબિ ભલે ખરાબ થઇ હોય. પરંતુ આ બેંક પોતાનો એક ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. જોકે આ કોઇ પહેલીવાર બન્યું નથી જ્યારે બેંકનું કૌભાંડ ઉજાગર થયું અથવા પછી તેને નુકસાન થયું હોય. તેની શરૂઆત આજથી 121 વર્ષ પહેલાં થઇ હતી. આજના જમાનામાંન આ એક મલ્ટીનેશનલ બેંક છે, તેની દુનિયાભરમાં શાખાઓ છે. હજારો કર્મચારી છે. 7 લાખ કરોડ રૂપિયાથી વધુ બેંકની સંપત્તિ છે. 

Apr 9, 2018, 09:00 AM IST

વડોદરાના ઉદ્યોગપતિએ 11 બેંકોને 2600 કરોડનો ચૂનો ચોપડ્યો, CBI ત્રાટકી

વડોદરાના જાણીતા ઉધોગપતિ અને રાજ્ય સરકાર સાથે ઘરોબો ધરાવતા અમીત ભટનાગર ડાયમંડ પાવર ઈન્ફ્રા પ્રાઈવેટ લિમીટેડ કંપનીના માલિક છે. જેમણે 11 બેન્કો પાસેથી 2650 કરોડની લોન લીધી હતી. 

Apr 6, 2018, 10:29 AM IST

વિજય માલ્યા પાસેથી પાઇ પાઇ વસૂલ કરાશે, ED કરશે સંપત્તિ જપ્ત

ભારતીય બેંકોને 9000 કરોડનો ચૂના લગાવી જનાર લીકર કિંગ વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવાનું શરૂ કરાયું છે. ઇડી દ્વારા આ મામલે ક્રિમિનલ પ્રોસિજર કોડ સેકશન 83 અંતર્ગત કાર્યવાહી કરાશે.

Mar 27, 2018, 04:22 PM IST

નીરવ મોદી બાદ વધુ જ્વેલરે લગાવ્યો 14 બેંકોને ચૂનો, 1000 કરોડ લઇને ફરાર

પીએનબી કૌભાંડ બાદ સતત બેંકોના નવા-નવા કૌભાંડ ખુલીને સામે આવી રહ્યાં છે. હવે વધુ એક મામલે ખુલાસો થયો છે જેમાં જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલી વધુ એક કંપનીએ બેંકોને 824.15 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ જાન્યુઆરીમાં સીબીઆઇને ચેન્નઇની જ્વેલરી ચેન કનિષ્ક ગોલ્ડની તપાસ કરવા માટે કહ્યું હતું. 

Mar 21, 2018, 04:10 PM IST

9339 દેવાદારોએ દેશને ખોખલો કર્યો, 1 લાખ 11 હજાર કરોડનો ચૂનો ચોપડ્યો

નીરવ મોદી પંજાબ બેંકના 11500 કરોડ રૂપિયા લઇને છૂ થઇ ગયો છે. વિજય માલ્યા એસબીઆઇ સહિત અન્ય બેંકોના અંદાજે 8000 કરોડ ચાઉં કરી વિદેશ ભાગી ગયો, વિક્રમ કોઠારીએ પણ ઘણી બેંકોને આવરી લીધી છે. આ એવા લોકો છે કે ચર્ચામાં આવતાં લોકોની સામે આવ્યા છે. પરંતુ દેશને ખોખલો કરવામાં હજુ એવા કેટલાય લોકો છે જેમણે દેશની બેંકોનો મોટો ચૂનો લગાવ્યો છે. દેશના 9339 દેવાદારો એવા છે કે જેમણે દેશની બેંકોના 1,11,738 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. 

Feb 21, 2018, 06:03 PM IST

વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીએ PNBને કહ્યું- કેસ ઉજાગર કરી તમે વસૂલીના બધા રસ્તા બંધ કરી દીધા

દેશના બેકિંગ ઇતિહાસના સૌથી મોટા બેકિંગ કૌંભાડના મુખ્ય કર્તાહર્તા નીરવ મોદીએ કહ્યું કે પંજાબ નેશનલ બેંક (પીએનબી)એ કેસને સાર્વજનિક કરી તેણે લોન વસૂલવાના બધા રસ્તા બંધ કરી દીધા છે. આ સાથે જ નીરવ મોદીએ દાવો કર્યો છે કે પીએનબી દ્વારા બતાવવામાં આવેલી બાકી રકમ કરતાં ઘણી ઓછી છે. 

Feb 20, 2018, 08:00 AM IST