PNB ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડી, એટીગુઆમાં પાસપોર્ટ સરેન્ડર
પીએનબી કૌભાડના મુખ્ય આરોપીઓ પૈકીનો એક મેહુલ ચોક્સી ભારતીય નાગરિકતા છોડી દીધી અને પોતે એન્ટીગુઆનો નાગરિક હોવાની જાહેરાત કરી હતી
Trending Photos
નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંક (PNB) ગોટાળાનાં આરોપી મેહુલ ચોક્સીને ભારત લાવવાનાં પ્રયાસને એક મોટો ઝટકો લાગ્યો છે. મેહુલ ચોક્સીએ પોતાનાં ભારતીય પાસપોર્ટને સરેન્ડર કરી દીધો છે. પોતાની જાતને એટીગુઆનો નાગરિક ગણાવ્યો છે. એટલે કે મેહુલ ચોક્સીએ અધિકારીક રીતે ભારતીય નાગરિકા છોડી દીધી છે. મેહુલ ચોક્સીએ એન્ટીગુઆ હાઇકમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે, મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ મુદ્દે સુનવણી થવાની હતી, જો કે તે અગાઉ તેણે પોતે જ અધિકારીક રીતે ભારતીય નાગરિકા છોડી દીધી છે અને પોતાને એન્ટીગુઆનો નાગરિક હોવાની જાહેરાત કરી દીધી છે. એવામાં તેને ભારતમાં પ્રત્યાર્પિત કરવો હવે વધારે મુશ્કેલ થઇ શકે છે.
મેહુલ ચોક્સીએ પોતાના પાસપોર્ટ જેનો નંબર Z3396732 છે, ને હાઇ કમિશનમાં જમા કરાવી દીધો છે. સાથે જ તેની કુલ ફી 177 ડોલર પણ જમા કરાવી છે. આ અંગે વિદેશ મંત્રાલયે ગૃહ મંત્રાલયને માહિતગાર કરાવ્યા હતા. મેહુલ ચોક્સીનું હવે અધિકારીક સરનામું હાર્બર, એટીગુઆ થઇ ગયું છે.
મેહુલ ચોક્સીનાં વકીલોને આશા છે કે આ પ્રયાસોથી ભારત દ્વારા ચોક્સીને પ્રત્યાર્પિત કરવાનાં પ્રયાસોને એક મોટો ઝટકો લાગી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોક્સી વિરુદ્ધ પહેલા જ ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવેલી છે, ભારતની અનેક એજન્સીઓ સતત તેને શોધી રહી છે. તેનાં પ્રત્યાર્પણ મુદ્દે પણ અનેક પ્રયાસો થઇ ચુક્યા છે.તેવામાં તેણે ભારતની નાગરિકતા છોડી દેતા હવે તેનાં પ્રત્યાર્પણમાં કેટલીક સમસ્યાઓ પેદા થઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે