ભારત ચીન સરહદ

લદ્દાખમાં જોવા મળશે રાફેલની તાકાત, આંદમાનમાં ભારત-અમેરિકાની નૌસેનાનો અભ્યાસ

ભારત-ચીન સીમા (India-China Border) પર ચાલી રહેલા તણાવ બાદ ભારતીય સેના હવે વધુ મજબુત થવા જઇ રહી છે. લદ્દાખમાં ટુંક સમયમાં રાફેલની તાકાત જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાફેલને તેનાત કરવામાં આવી શકે છે. તેને લઇને સમગ્ર તૈયારી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ આંદમાનમાં ભારત અને અમેરિકાની નૌસેનાનો આજે યુદ્ધાભ્યાસ છે. એટલે કે ચીન ભારત અને અમેરિકાનું શક્તિ પ્રદર્શન જોશે.

Jul 20, 2020, 06:15 PM IST

ચીનને મજબૂત સંદેશ, LAC પર ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોનું ઓપરેશન

ગલવાન ઘાટીમાં ચીનની નાપાક હરકત અને હિંસક ઘર્ષણ બાદ ભારત કમર કસી છે. ચીનના ધમંડને જોતા ભારતે સરહદ પર પોતાના વિમાન તૈનાત કરી દીધી છે. સરહદ પર મિગ, સુખોઈ અને હરક્યુલિસ વિમાન પહેલાથી જ તૈનાત હતા પરંતુ હવે તે સરહદની પાસે ઉડાન ભરતા જોવા મળે છે. 

Jul 4, 2020, 09:27 PM IST

ઉત્તરાખંડમાં ચીનની સરહદ નજીક આવેલા 14 ગામનાં લોકોનું સ્થળાંતર, કેન્દ્ર સરકાર એક્શનમાં

14 ગામડાંના લોકો ઘર ખાલી કરીને જતા રહેતા રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને સમગ્ર મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. ઉત્તરાખંડના ચમોલીનું 1, પીથોડગઢનાં 8 અને ચંપાવતના 5 ગામડામાંથી તમામ લોકો પોતાનું ઘર ખાલી કરીને જતા રહ્યા છે. હાલ આ ગામમાં કોઈ પણ વ્યક્તિ રહેતો નથી. આ ઉપરાંત, છેલ્લા સાત-આઠ વર્ષમાં લગભગ 8 જેટલા ગામડાંની વસતી અડધી રહી ગઈ છે. 

Sep 25, 2019, 05:10 PM IST