sabarkantha

શું વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે 100 નવા ચહેરા? પાટીલના એક નિવેદને ઉડાડી ધારાસભ્યોની ઊંઘ!

આમ આદમી પાર્ટીને ડ્રાંઉં ડ્રાંઉં પાર્ટી ગણાવી હતી.તો સહકારી ક્ષેત્રે પણ ભાજપ (BJP) નો દબદબો રહ્યો હોવાની વાત પણ કરી હતી અને સહકારી સંસ્થાઓમાં પાર્ટીના કાર્યકર્તાઓને નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાત કરી હતી

Oct 12, 2021, 09:15 AM IST

સાબરકાંઠા: રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવર અને બે બાળકોનાં મોત, 7 ઘાયલ

જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી હતી. પોળોના જંગલોમાંથી પરત ફરી રહેલી રિક્ષાને અકસ્માત થતા 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. મૃતકોમાં રિક્ષા ચાલક અને તેની સાથે આગળ બેઠેલા બે બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. હાલ તો ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. જો કે સ્થાનિક લોકો દ્વારા પહેલાથી જ રાહત અને બચાવકામગીરી ચાલુ કરવામાં આવી હતી. તમામ ઘાયલોને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

Sep 28, 2021, 06:13 PM IST

Corona vaccine: સાબરકાંઠા જિલ્લામાં આજે રસીકરણનું મહાઅભિયાન, 189 સેન્ટર પર લોકોને અપાશે વેક્સિન

સાબરકાંઠા જિલ્લામાં આજે 189 સેન્ટર પર 30,200 ડોઝ આપવાનું લક્ષ્ય છે. સૌથી વધુ પોશીના તાલુકામાં 44 સેન્ટર પર રસી આપવામાં આવશે.
 

Aug 31, 2021, 10:15 AM IST

વિકૃતિઓથી ભરેલા આ શખ્સે તમામ હદ વટાવી, પાડી સાથે કર્યું ગંદુ કામ 

માણસ હવે વિકૃતિની હદ વટાવી રહ્યો છે. આ વિકૃતિમાં તે પ્રાણીઓને પણ સામેલ કરી રહ્યો છે. ત્યારે હચમચાવી દે તેવો કિસ્સો સાંબરકાંઠામાં બન્યો છે. સાંબરકાંઠામાં એક શખ્સે પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કર્યું છે. એક શખ્સ એટલી હદે હેવાન બન્યો કે, તેણે રાત્રિ દરમિયાન કૂવા પાસે પશુના પગ બાંધી દીધા હતા અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ ઘટના બાદ પશુનુ મોત થયુ હતું, તેથી ખેડૂતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 

Aug 20, 2021, 01:33 PM IST

Sabarkantha: ઈડરના વસાઈ પંથકમાં ચંદનના વૃક્ષોની ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 8 આરોપીઓની ધરપકડ

શૈલેષ ચૌહાણ, સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરના વસાઈ પંથકમાં પ્રાકૃતિક રીતે ઉછરેલા ચંદનના સુગંધિત વૃક્ષોની ચોરી કરતી ગેંગના ઝડપાઈ છે.જિલ્લા પોલીસે ગેંગમાં મહિલા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી છે.

Aug 17, 2021, 08:15 AM IST

ઈડરની અનોખી ગાથા: પથ્થરની વિશાલ શીલાઓ વચ્ચે અડીખમ ઉભેલું શહેર એટલે ઇડર

ઈલ્વ-દુર્ગ તરીકે ઓળખાતા ઇડરના નામનો ઈતિહાસ પણ અટપટો છે. કહેવાય છે કે અહી આવેલા પર્વત પર ઈલ્વા અને દુર્ગ નામની બે દુષ્ટાત્માઓ રહેતી. તેમના નામ પરથી ઈલ્વદુર્ગ નામ પડ્યું એવું કહેવાય છે.

Aug 13, 2021, 11:48 PM IST

ગુજરાતમાં વરસાદ છતા પણ સાબરકાંઠા જિલ્લામાં લોકોને ઉનાળે તરસ્યા રહેવું પડે તેવી સ્થિતિ

જીલ્લામાં ઓછા વરસાદને લઈ હાલમાં ડેમની સપાટીઓમાં કોઈ વધારો થયો નથી. જેના કારણે હાલ તો ડેમના તળીયા પણ દેખાઈ રહ્યા છે, અને જો વરસાદ ખેંચાય તો પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ શકે તેમ છે. સાબરકાંઠા જીલ્લાના ૮ તાલુકા ૬ જેટલા જળાશયો આવેલા છે. ધરોઈ જળાશય સાથે મળીને ૭  જળાશય થાય છે. જળાશયની પરિસ્થિતિ વાત કરીએ તો ગત સાલ કરતા આ વર્ષે સરેરાશ ૨ ટકાથી લઈને ૧૪ ટકા સુધીનો જથ્થો ઓછો છે. તો હાલની પરિસ્થિતિ એવી છે કે, સિંચાઈ માટે પણ પાણી આપી શકાય તેમ નથી તો ડેમના તળીયા નીચા જવાથી કુવાના સ્તર પર નીચા ગયા છે. હાલ વરસાદ ખેચાતા ખેતી માત્ર ઝરમર વરસાદથી પાક માત્ર લીલો થઈ રહ્યો છે પરંતુ જો વધુ વરસાદ નહિ આવે તો ચોક્કસ પણે ખેતીમાં પણ નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે અને કુવાના તળ પણ નીચે જશે.

Aug 2, 2021, 10:33 PM IST

Sabarkantha: ગજબનો ગુસ્સો કહેવું પડે, સમસ્યાનું સમાધન ન થતાં શો રૂમ આગળ જ એક્ટિવાને સળગાવી દીધી

શો રૂમ દ્વારા તેમની સમસ્યાનું યોગ્ય નિકારણ ન આવતાં કંટાળી એક્ટિવા (Activa) ચાલકે ગુસ્સે ભરાઇને શો રૂમ આગળ જ એક્ટિવાને આગ ચાંપી દીધી હતી. 

Jul 29, 2021, 03:41 PM IST

સાબરકાંઠાની આ શાળામાં એડમિશન માટે ઉદ્યોગપતિના છોકરાઓ પણ કરે છે પડાપડી, જાણો શિક્ષણ પદ્ધતીની ખાસીયત

ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી સરકારી શાળાઓ બનાવવા જઈ રહી છે સરકાર. જેમાં સાબરકાંઠા જીલ્લાની હાલમાં ૩૨ જેટલી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભૈતિક અને શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્રારા વર્લ્ડ બેન્કની સહાયથી મિશન સ્કુલ ઓફ એક્સલન્સની જાહેરાત બાદ સાબરકાંઠા જીલ્લાના ૮ તાલુકાની ૩૨ જેટલી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્રારા તબક્કાવાર શાળાઓ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Jul 23, 2021, 05:30 PM IST

સાબરકાંઠામાં ફિલ્મી સ્ટાઇલે અપહરણ, ખેતરની ઓરડીમાંથી પોલીસે ફિલ્મી સ્ટાઇલે છોડાવ્યા

વિમાના કામકાજ કરતા આધેડનું ગત રાત્રીએ ફિલ્મી સ્ટાઈલથી અપહરણ કરનાર એક મહિલા આરોપી સહિત પાંચ આરોપીને પોલીસે ઝડપી લીધા. મહેસાણાના ખેરાલુ નજીક ખેતરની ઓરડીમાં ગોંધી રાખેલ અપહ્યતને છોડાવ્યા.સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકામાં વીમા એજન્ટ તરીકે કામ કરતા આધેડનું ગત રાત્રીએ ફિલ્મી સ્ટાઈલથી અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલાએ સહિત પાંચ લોકોએ અપહ્યત પાસેથી પૈસા પડાવવા માટે થઈને સાત આરોપીઓએ ષડયંત્ર ગોઠવી અપહરણ કર્યું હતું. 

Jul 16, 2021, 06:58 PM IST

World Yoga Day: જમીન કે ગ્રાઉન્ડ પર નહી, પણ પાણીમાં યોગ કરે છે ૬૧ વર્ષિય યોગ સાધક

જમીન પર યોગ તો બધા કરતા હોય છે પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવુ લાગશે હા... પાણીમાં યોગ (Yoga in Water). 

Jun 21, 2021, 07:08 AM IST

વાવાઝોડાની અસરથી આ જિલ્લાઓમાં ઓરેજ એલર્ટ, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહીં, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવા, મકાનોની છત અને પતરા ઉડી ગયા છે

May 18, 2021, 03:41 PM IST

ગુજરાતના 3 નાના શહેરોએ લોકડાઉન લંબાવ્યું, અહી સ્થિતિ હજી થાળે નથી પડી

  • વડાલી શહેરમાં 9 મે થી 16 મે સુધી સ્વયંભૂ બંધ લંબાવાયું, આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે
  • તલોદ સાત દિવસ માટે સ્વયંભુ બંધ રહેશે. 10 મે થી 16 મે સુધી તલોદ સ્વયંભુ બંધ રહેશે
  • મોરવા હડફમાં વધુ એકવાર સ્વૈચ્છિક બંધની સમય મર્યાદા વધારવામાં આવી છે. આજથી 12 મે સુધી બજારો સંપૂર્ણ પણે બંધ રહેશે

May 8, 2021, 10:49 AM IST

દર્દીઓ અને મોતનો આંકડો વધતા ગુજરાતના આ શહેરે વધાર્યું સ્વૈચ્છિક લોકડાઉન

  • પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા બાદ હવે વડાલી શહેરમાં આજથી સ્વયંભૂ બંધ પાળવામાં આવશે
  • સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં 104 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 9 દર્દીના મોત નિપજ્યાં

May 2, 2021, 11:16 AM IST
In Sabarkantha, a middle-aged man was beaten by the police with a fine of a mask PT1M16S

Sabarkantha માં પોલીસે માસ્ક નો દંડ ફટકારતા આધેડ ધુણ્યો

In Sabarkantha, a middle-aged man was beaten by the police with a fine of a mask

Apr 29, 2021, 05:00 PM IST
Sabarkantha: Voluntary lockdown in Kaniyos of Himmatnagar PT1M30S

Sabarkantha : હિંમતનગરના કણીયોસમાં સ્વૈછિક લોકડાઉન

Sabarkantha: Voluntary lockdown in Kaniyos of Himmatnagar

Apr 3, 2021, 05:20 PM IST
Sabarkantha: No fair will be organized this year PT3M40S

Sabarkantha : આ વર્ષે નહીં થાય ગેરના મેળાનું આયોજન

Sabarkantha: No fair will be organized this year

Mar 30, 2021, 04:20 PM IST
Sabarkantha: Prices bottom against potato production PT2M26S

Sabarkantha : બટાકાના ઉત્પાદન સામે ભાવ તળિયે, પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ

Sabarkantha: Prices bottom against potato production, disappointing farmers not getting affordable prices

Mar 14, 2021, 04:15 PM IST

Gujarat: ભર ઉનાળે દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ, સાબરકાંઠામાં UFO દેખાયું

ગુજરાતનાં વાતાવરણમાં અચાનક બે જિલ્લાઓમાં પલટો જોવા મળ્યો હતો. ભર ઉનાળે વરસાદ (Rain)ના છાંટા પડતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાતમાં વાતાવરણ ખુબ જ અસામાન્ય રહ્યું છે. શિયાળામાં પણ વરસાદ (Rain) નોંધાઇ ચુક્યો છે.  ત્યારે ભર ઉનાળે બે જિલ્લામાં વરસાદ (Rain)ની ઘટનાથી ખેડૂતોની ચિંતા વ્યાપી છે. ખેડૂતો ખાસ કરીને કેરીના પાકને જો હવે નુકસાન થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત અનેક પાકોને પણ વરસાદ (Rain) કરતા સાથે ફુંકાતા પવનોથી નુકસાન થાય છે. 

Mar 12, 2021, 06:56 PM IST