ભીમનાથ મહાદેવ

Bhakti Sangam: Morbi Bhimnath Mahadev PT9M9S

ભક્તિ સંગમ: મોરબીના ભીમનાથ મહાદેવના કરો દર્શન

મોરબી પંથકની આસપાસમાં આવેલા પાંચાળ પ્રદેશમાં પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન આવ્યા હતા અને રહ્યા હતા જેથી મોરબી જીલ્લામાં આવેલા પૌરાણીક મંદિરોની સાથે તેનો ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે એવુ જ એક મંદિર એટલે કે ભીમનાથ મહાદેવનું મંદિર, આ મંદિરમાં જે શિવલિંગ છે તેની સ્થાપના ભીમના હાથે કરવામાં આવી હતી જેથી મહાદેવના આ શિવલિંગનું નામ ભીમનાથ રાખવામાં આવ્યુ છે હાલમાં ડેમના કાંઠે આવેલ આ ઐતિહાસિક મંદિર લોકો માટે હરવા ફરવા માટેનું સારુ પિકનિક સેન્ટર બની ગયેલ છે.

Aug 28, 2019, 09:55 AM IST

5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ પરથી થાય છે ખાંડની વર્ષા

શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી. 

Jan 3, 2019, 05:55 AM IST