મિથુન રાશિ News

કોરોનાકાળમાં શુક્રનો મિથુનમાં પ્રવેશ, અનેક રાશિમાં સર્જાશે મોટી ઉથલપાથલ
ગુરુ બાદ સૌરમંડળમાં શુક્રનો નંબર આવે છે. તેને નરી આંખે પણ સરળતાથી જોઈ શકાય છે. શુક્ર આપણા જીવનમાં સ્ત્રી, વાહન અને ધન સુખને પ્રભાવિત કરે છે. તેથી શુક્રનું રાશિ પરિવર્તન કરવું જ્યોતિષ શાસ્ત્રની નજરે મહત્વનું ગણાય છે. કલા, સૌંદર્યના કારક ગ્રહ શુક્રનું ગોચર 1 ઓગસ્ટ 2020ના રોજ 5 વાગીને 9 મિનીટ પર મિથુન રાશિમાં થયું છે. શુક્ર ગ્રહ 1 સપ્ટેમ્બરના રોજ રાત્રે 2 વાગીને 2 મિનીટે આ રાશિમાં સ્થિત રહેશે. શુક્રની આ સ્થિતિનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર અલગ અલગ રહેશે. મિથુન રાશિમાં પહેલાથી જ રાહુ વિદ્યમાન છે, શુક્ર રાશિ પરિવર્તનથી મિથુન રાશિમાં રાહુ-શુક્રની યુતિ બનશે, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ફેશન, ગીત-સંગીત, લલિત કલાઓ સંબંધિત વ્યક્તિઓ માટે હાનિકારક સાબિત થશે. શુક્રના રાશિ પરિવર્તનથી તમારી રાશિ પર શું પરિવર્તન આવશે તે જાણી લો. આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે. 
Aug 2,2020, 9:38 AM IST
શરૂ થયો શનિનો મહાયોગ, 5 રાશિઓ માટે છે નસીબવંતા દિવસો, 7 રાશિઓને નાની યાદ અ
 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિના જીવન પર ગ્રહોની દિશા અને દશાનો બહુ જ ઊંડો પ્રભાવ પડતો હોય છે. ગ્રહની દશા જ છે, જે કોઈનું કામ બનાવી દે છે, તો કોઈનું બનાવેલું કામ પણ બગાડી દે છે. આવામાં આજે શનિની સ્થિતિની વાત કરીએ, તેની સ્થિતિ બદલવાનો મુખ્ય સંકેત માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગઈકાલથી ગ્રહોની સ્થિતિમાં બદલાવને પગલે શનિનો મહાયોગ શરૂ થઈ રહ્યો છે. જેનો અલગ અલગ રાશિના લોકો પર અલગ અલગ પ્રભાવ જોવા મળશે. જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે, શનિનો મહાયોગનો 5 રાશિના જાતકોને સારો લાભ કરાવશે. તો અન્ય 7 રાશિઓ પર તેની વિપરીત અસર જોવા મળી શકે છે. તો જાણી લો કે, કઈ રાશિના લોકોને શનિના મહાયોગનો લાભ મળવાનો છે.
Mar 10,2019, 13:43 PM IST

Trending news