jammu and kashmir

J&K: કૂપવાડા અને બાંદીપોરામાં બરફના તોફાનનો કેર, 4 જવાન શહીદ 

ઉત્તર કાશ્મીર (Kashmir) ના અનેક વિસ્તારમાં મંગળવારે આવેલા બરફના તોફાન (Avalanche) માં 4 જવાનો શહીદ થયા છે. મંગળવારે કૂપવાડા જિલ્લાના તંગધર સેક્ટરમાં સેના (Indian Army) ની એક પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ હતી. ત્યારબાદ અનેક જવાનો લાપત્તા હોવાનું કહેવાયું હતું. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઘટનામાં ભારતીય સેનાના 3 જવાનોના મોત થયા છે. જ્યારે બાંદીપોરાના ગુરેજ સેક્ટરમાં આર્મી પેટ્રોલિંગ ટુકડી બરફના તોફાનની ચપેટમાં આવતા એક જવાન શહીદ થયો હોવાના અહેવાલ છે. 

Dec 4, 2019, 02:53 PM IST

J&K: કૂપવાડામાં સેનાની પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ, 3 જવાન ગુમ 

ઉત્તર કાશ્મીરના અનેક વિસ્તારોમાં મંગળવારે આવેલા બરફના ભયંકર તોફાનમાં અનેક ભારતીય સેનાના 3 જવાનો સપડાયા હોવાના અહેવાલ છે.

Dec 4, 2019, 12:44 AM IST

VIDEO: નિર્દયી માતાએ બાળકીને વાળ ખેંચી જમીન પર પટકી લાત-ઘૂસા માર્યા, તપાસમાં કારણ અંગે મોટો ખુલાસો

વીડિયોમાં માસૂમ ઢીંગલીને ખુબ જ નિર્દયતાથી પીટાઈ કરવામાં આવી રહી છે. દુ:ખની વાત એ છે કે આ રીતે મારનારી મહિલા બાળકીની પોતાની જ જનેતા છે અને વીડિયો બનાવનાર તેનો જ પિતા હતો. 

Nov 18, 2019, 04:24 PM IST

J&K : PAKને ભારે પડ્યું ભારતીય જવાનો પર ગોળીઓ છોડવાનું, ભારતે ધોળે દિવસે દેખાડ્યા તારા

પાકિસ્તાન પોતાની હરકતોથી હંમેશા વિવાદ ઉભો કરે છે અને હવે એણે ફરીવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે

Nov 17, 2019, 03:40 PM IST

'કાશ્મીરમાં મેં 30 વર્ષ પહેલા ISIS જેવી ક્રુરતા અને ભયનું વાતાવરણ જોયું હતું'

અમેરિકી કોંગ્રેસમાં કાશ્મીર(Kashmir) મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં ભારત(India)ના કોલમિસ્ટ સુનંદા વશિષ્ઠે(Sunanda Vashisht) કાશ્મીર પર મોટું નિવેદન આપ્યું છે.

Nov 15, 2019, 04:47 PM IST

J&K: બાંદીપોરામાં અથડામણ, સુરક્ષાદળોએ 2 આતંકીઓનો ખાતમો બોલાવ્યો

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ફાયરિંગમાં બે આતંકીઓ ઠાર થયા છે. અથડામણ દરમિયાન હથિયારો અને ગોળા બારૂદ પણ મળી આવ્યાં છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ માર્યા ગયેલા આતંકીઓની ઓળખમાં લાગી છે. 

Nov 11, 2019, 11:21 AM IST

J&K: શ્રીનગરના લાલ ચોકમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, એકનું મોત તથા 22 લોકો ઈજાગ્રસ્ત

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ શ્રીનગરના લાલ ચોકમાં થયેલા ગ્રેનેડ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 2ની સ્થિતિ ગંભીર છે. પ્રા

Nov 4, 2019, 02:22 PM IST

કાશ્મીર અને કલમ 370 મુદ્દે પ્રભાવશાળી US સાંસદે PM મોદીના ભરપેટ વખાણ કર્યાં, જાણો શું કહ્યું?

અમેરિકાના એક પ્રભાવશાળી સાંસદે ગુરુવારે બંધારણની અસ્થાયી કલમ (Article 370)ની કેટલીક જોગવાઈઓને જમ્મુ કાશ્મીરમાંથી હટાવવાના 'બોલ્ડ પગલાં' બદલ પીએમ નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે.

Nov 1, 2019, 09:48 AM IST

ચીનના વિરોધ પર ભારતનો વળતો જવાબ, જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન સંપૂર્ણ રીતે આંતરિક મામલો

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, 'ચીને 1963ના કથાકથિત ચીન-પાકિસ્તાન સરહદ સમજૂતી હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok)ના ભારતીય ભાગ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે.'

Oct 31, 2019, 06:10 PM IST

સરદાર પટેલના અધૂરા સપના અને કાશ્મીર માટે પીએમ મોદીએ સંબોધનમાં શું કહ્યું, જાણો મુદ્દાસર વાત

કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પર આજે સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની 144મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. એકતા દિવસ (Ekta Divas) ના રૂપે ઉજવાતા આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ દેશવાસીઓને સંબોધન કર્યું હતું. જેમાં દેશને એક કરનાર સરદાર પટેલના કાશ્મીરના અધૂરા સપના વિશે વાત કરી હતી. દેશના જુદા જુદા 562 રજવાડાઓને એક કરનાર સરદાર પટેલના ભવ્ય સ્મારક સામે પીએમએ નતમસ્તક થઈને પુષ્પાંજલિ કરી હતી. જેના બાદ તેઓએ કાશ્મીર અને સરદાર પટેલ વિશે કેટલીક વાત કરી હતી, જેનો કેટલાક મુદ્દા જાણીએ...

Oct 31, 2019, 11:09 AM IST

કાશ્મીર મુદ્દે પશ્ચિમી મીડિયાનું વલણ યોગ્ય નથી, PAKમાં ખ્રિસ્તિઓને પરેશાન કરાય છે: EU સાંસદ

જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે ગયેલા યુરોપિયન યુનિયનના સાંસદોએ કહ્યું કે પશ્ચિમ મીડિયા કાશ્મીર મુદ્દે યોગ્ય વલણ અપનાવી રહ્યું નથી. ઈયુ સાંસદોએ કહ્યું કે પાકિસ્તાન (Pakistan)માં ખ્રિસ્તિઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે.

Oct 30, 2019, 01:36 PM IST

370 એ આતંરિક મુદ્દો, અમે ભારતની સાથે, અમારા પ્રવાસને ખોટી રીતે જોવામાં આવ્યો: EU સાંસદ

જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા જૂઠ્ઠાણાનો આખરે વિદેશી પ્રતિનિધિમંડળે પર્દાફાશ કરી દીધો. યુરોપિયન સંઘના સાંસદોએ પોતાની આંખે જોયેલા સત્યને બુધવારે દુનિયા સમક્ષ રજુ કર્યું.

Oct 30, 2019, 01:14 PM IST

EU સાંસદોના કાશ્મીર પ્રવાસ પર શિવસેનાનો વેધક સવાલ, 'શું આ ભારતના સાર્વભૌમત્વ પર હુમલો નથી?'

શિવસેના (Shivsena)ના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિ પર ચર્ચા કરવામાં આવી છે. સંપાદકીયમાં જ્યાં કલમ 370 ખતમ કરવા અને જમ્મુ કાશ્મીરના હાલાત કંટ્રોલમાં લેવા બદલ મોદી સરકારના વખાણ કરાયા છે ત્યાં યુરોપિયન યુનિયનના સાંસદોને રાજ્યના પ્રવાસે લઈ જઈને સરકાર પર આકરા પ્રહારો પણ કરાયા છે. 

Oct 30, 2019, 10:48 AM IST

યુરોપિયન યુનિયનના સાંસદોના J&K પ્રવાસનો આજે બીજો દિવસ, સ્થિતિની કરશે સમીક્ષા

યુરોપિયન યુનિયન (European Union)ના સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ આજે બીજા દિવસે પણ જમ્મુ  કાશ્મીર (Jammu Kashmir)ના હાલાતની સમીક્ષા કરશે. નોંધનીય છે કે પાંચ ઓગસ્ટના રોજ આર્ટિકલ 370 હટાવાયા બાદથી કાશ્મીરની મુલાકાત કરનારું આ પહેલુ વિદેશી પ્રતિનિધિ મંડળ છે. આ અગાઉ યુરોપિયન સાંસદોનું આ પ્રતિનિધિ મંડળ મંગળવારે શ્રીનગર પહોંચ્યું હતું. પ્રતિનિધિ મંડળ અહીંની એક ફાઈવ સ્ટાર હોટલમાં પહોંચ્યું. ત્યારબાદ તેમને બદામી બાગમાં સેનાના 15 કોર હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યાં. અહીં સેનાના ટોચના કમાન્ડરોએ તેમને કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી આપી.

Oct 30, 2019, 09:49 AM IST

યુરોપિયન યુનિયનના સાંસદોની ટીમે PM મોદી સાથે કરી મુલાકાત, કાલે કાશ્મીર જશે

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ મંગળવારે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત કરશે. આંતરરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળે સોમવારે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત કરી.

Oct 28, 2019, 02:30 PM IST

પીએમ મોદીએ આર્મી, વાયુ સેનાના વીરો સાથે ઉજવી દિવાળી, મિઠાઈ ખવડાવી આપી શુભકામનાઓ

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, 'જમ્મૂ-કાશ્મીરના રાજૌરીમાં આજે વીર જવાનોની સાથે દિવાળી ઉજવી. આ જવાનો સાથે વાતચીત કરવી હંમેશા મારા માટે ખુશીની વાત હોય છે.'

Oct 27, 2019, 05:22 PM IST

જવાનો સાથે દિવાળી ઉજવવા PM મોદી રાજૌરી પહોંચ્યા, કલમ 370 હટ્યા બાદ પહેલીવાર આવ્યાં J&K

દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગે રાજૌરી પહોંચ્યા. અહીં એલઓસી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સૈનિકો સાથે દીવાળીનો તહેવાર ઉજવશે. આ વખતે વડાપ્રધાન સતત છઠ્ઠા વર્ષે સૈનિકો સાથે દિવાળી ઉજવશે. ખાસ વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યાં છે. આ અગાઉ તેમણે આજે દિવાળીના અવસરે સવારે દેશવાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી. 

Oct 27, 2019, 12:34 PM IST

'અમે આતંકી કેમ્પો બરબાદ કરી નાખીશું, PAK નહીં માને તો તેને તેના ઘરમાં જ ખતમ કરી દઈશું'

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)ના રાજ્યપાલ સત્યપાલ મલિકે આજે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે અમે આતંકી કેમ્પોને બરબાદ કરી નાખીશું અને જો તેઓ (પાકિસ્તાન) સુધરશે નહીં તો અમે અંદર સુધી જઈશું. આ સાથે જ તેમણે  કહ્યું કે હું રાજ્યના લોકોને કહેવા માંગુ છું કે એક તારીખથી નવું કાશ્મીર હશે જેમાં તેઓ પોતાની ભાગીદારી આપે અને પોતાના રાજ્યને આગળ વધારે. રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે હું યુવા પેઢીને અપીલ કરવા માંગુ છું કે તેઓ પોતાના રાજ્યની પ્રગતિ માટે  કામ કરે. 

Oct 21, 2019, 02:36 PM IST

ભારતીય સેનાએ PoKમાં તોપથી 4 આતંકી લોન્ચ પેડ ઉડાવ્યાં, 4-5 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા

ભારતીય સેનાએ ફરીથી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકી કેમ્પોને નિશાન બનાવ્યાં છે. તંગધાર સેક્ટરમાં એલઓસી નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભારતીય સેનાએ આતંકી ઘૂસણખોરીના જવાબમાં આ કાર્યવાહી કરી છે.  

Oct 20, 2019, 11:53 AM IST

કાશ્મીર મુદ્દે તુર્કીએ લીધો હતો પાકિસ્તાનનો પક્ષ, હવે PM મોદીએ આપ્યો જડબાતોડ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાના અંતમાં પ્રસ્તાવિત તુર્કી પ્રવાસ રદ કર્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રિજેબ તૈય્યપ અર્દોઆને સપ્ટેમ્બરમાં થયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદન આપ્યું હતું.

Oct 20, 2019, 07:44 AM IST