₹76 પર આવી ગયો ટાટાનો આ શેર, સ્ટોક વેચી નિકળી રહ્યાં છે ઈન્વેસ્ટર, સતત તૂટી રહ્યો છે ભાવ
Tata Teleservices (Maharashtra) Ltd Share: આજે અમે તમને ટાટા ગ્રુપના એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ જે લાંબા સમયથી પોતાના ઈન્વેસ્ટરોને નુકસાન કરાવી રહ્યો છે.
Trending Photos
Tata Teleservices (Maharashtra) Ltd Share: આજે અમે તમને ટાટા ગ્રુપના એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ જે લાંબા સમયથી પોતાના ઈન્વેસ્ટરોને નુકસાન કરાવી રહ્યો છે. આ શેરની કિંમત 100 રૂપિયાથી ઓછી છે. અમે વાત કરી રહ્યાં છીએ ટાટા ટેલીસર્વિસેઝ (મહારાષ્ટ્ર) લિમિટેડના શેરની. કંપનીનો શેર પાછલા શુક્રવારે 76.30 રૂપિયા પર બંધ થયો હતો. નોંધનીય છે કે ટાટા ટેલીસર્વિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ કે ટીટીએમએલ ટાટા સમૂહનો સ્ટોક છે. 100 રૂપિયાથી ઓછામાં ટાટા સ્ટોક એસએન્ડપી બીએસઈ 500નો એક કમ્પોનેન્ટ છે.
કંપનીનો શેર
ટીટીએમએલના છેલ્લા કેટલાક વર્ષોમાં અસ્થિર બનેલો છે. બીએસઈ એનાલિટિક્સ પ્રમાણે ટીટીએમએલના શેરમાં છેલ્લા છ મહિનામાં 20 ટકાનો ઘટાડો થયો છે અને એક વર્ષમાં 45 ટકા ઉપર ગયો છે. બે વર્ષમાં આ સ્ટોકે ઈન્વેસ્ટરોને 54 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. ટીટીએમએલના શેરે છેલ્લા ત્રણ વર્ષમાં 300 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 5 વર્ષમાં ટીટીએમએલના સ્ટોકે ઈન્વેસ્ટરોના પૈસા 1900 ટકા વધારી દીધા છે. ટીટીએમએલના શેરનો 52 સપ્તાહની મર્યાદા 109.10 રૂપિયા 65.29 રૂપિયા છે. બીએસઈની વેબસાઇટ પ્રમાણે કંપનીનું માર્કેટ કેપ 14,921.96 કરોડ રૂપિયા છે.
કંપનીનો કારોબાર
ટીટીએમએલ મુખ્ય રૂપથી દૂરસંચાર-સેલુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓમાં લાગેલી છે. ચ્વાઇસ બ્રોકિંગના ઈક્વિટી રિસર્ચ એનાલિસ્ટ દેવેન મહેતા અનુસાર ટીટીએમએલ મંદી તરફ વધતો જોવા મળી રહ્યો છે અને 73.5 રૂપિયાથી 82.55 રૂપિયા વચ્ચે કારોબાર કરી રહ્યો છે. સ્ટોકને 73.5 રૂપિયાના મજબૂસ સમર્થન સ્તરથી લાભ થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે