ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે રાજ્યમાં વરસાદના આગમનને લઈને હવામાન નિષ્ણાતોએ મહત્વના સંકેતો આપ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદની પ્રી-મોન્સૂન અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે તે અંગે જાણીતા વેધર એક્સપર્ટ ચિરાગ શાહ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી રજૂ કરી છે.
Gujarat Monsoon 2026: અંબાલાલ પટેલની આગાહી મુજબ જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીથી લઈને ભારે વરસાદી આફત આવી શકે છે.અલ નિનોની આ ઘાતક સ્થિતિને કારણે મધ્ય ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગો વધુ પ્રભાવિત થશે, જેના લીધે ચોમાસાના અંતમાં વરસાદની ખેંચ અથવા અનિયમિતતા જોવા મળી શકે છેય ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આગામી 20 થી 30 જૂનનો સમયગાળો હવામાનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થશે.
Weather Forecast: ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આજે 43થી 44 ડિગ્રી ગરમીની આગાહી કરી છે. ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે ડીસા, કંડલા અને વડોદરામાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભુજમાં 40 અને ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ગરમીમાં રાહત મળવાના સંકેતો આપ્યા છે.
Gujarat Rain Agahi: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો તાપ છે, તો બીજી તરફ વાતાવરણ અચાનક પલટી મારતું જોવા મળી રહ્યું છે. ઉનાળાની વચ્ચે જ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો શું છે હવામાનનો તાજો અંદાજ? ખેડૂતો માટે આ બદલાતું વાતાવરણ કેટલું જોખમી બની શકે? હવામાન વિભાગે શું કરી છે નવી આગાહી.
Gujarat Rain Forecast: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની સંયુક્ત અસરને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની ગતિમાં વધારા સાથે તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. હવામાન વિભાગના મતે 30 તારીખે રાજ્યના આઇસોલેટેડ (છૂટાછવાયા) વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ (ગાજવીજ) સાથે વરસાદની આગાહી છે. આટલું જ નહીં, 2 અને 3 તારીખે ફરી એકવાર રાજ્યમાં વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. જ્યારે બીજીતરફ દેશભરના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ચાલો જાણીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે શું કરી છે આગાહી.
Ambalal Patel Forecast: ગુજરાતમાં કમોસમી વરસાદના વિરામ બાદ હવે ફરી એકવાર આકરા ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 2 દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે, જેના કારણે નાગરિકોએ ફરી ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. બીજી તરફ અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની ગંભીર આગાહી કરી છે.
Ambalal Patel Agahi: ગુજરાતમાં ઉનાળાની વચ્ચે કુદરતે કહેર મચાવ્યો છે. અચાનક આવેલા વરસાદ અને વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશનું ભયાનક ચિત્ર ઊભું કર્યું છે. ઉત્તર ગુજરાતથી દક્ષિણ સુધી અને સૌરાષ્ટ્રથી કચ્છ સુધી, જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. ખેતરોમાં લીલા પાક હવે વિનાશના દ્રશ્યોમાં ફેરવાઈ ગયા છે. પરંતુ આફત હજુ ટળી નથી. શું છે અંબાલાલ પટેલની નવી આગાહી? ચાલો જાણીએ.
Ambalal Patel Agahi: ગુજરાતનું હવામાન સતત બદલાઈ રહ્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. હાલમાં રાજ્યમાં પવનની દિશામાં બદલાવ આવ્યો છે, જેના કારણે પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને લીધે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે.
Gujarat Weather Update: હવામાન સતત બદલાઈ રહ્યું છે અને માત્ર ઉત્તર ભારત જ નહીં પરંતુ મધ્ય અને પશ્ચિમ ભારત પણ કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યું છે. અનેક રાજ્યોમાં તાપમાન ઘટી રહ્યું છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની ચેતવણી આપી છે. આ દરમિયાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તીવ્ર ઠંડીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં તાપમાન સામાન્યથી 5 ડિગ્રી નીચે ગયું છે. બિહારના ઘણા જિલ્લાઓ કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.
Cyclone Senyar Update: હવામાન વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, 26 નવેમ્બર પછી આ વાવાઝોડું તમિલનાડુ-આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધશે અથવા ઉત્તર તરફ વળીને ઓડિશા-બાંગ્લાદેશ તરફ જઈ શકે છે.
IMD Alert Weather: બંગાળની ખાડી ફરી એકવાર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેની સૌથી વધુ અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર, જો વાવાઝોડામાં ફેરવાયા પછી પૂર્વ કિનારા તરફ આગળ વધી શકે છે.
Ambalal Ni Agahi: ગુજરાતમાં સવારે અને મોડી સાંજથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હાલમાં ગુજરાતમાં શિયાળાની ઋતુ બરાબર જામી છે અને લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. બીજી તરફ અંબાલાલ પટેલે કાતિલ ઠંડી સાથે ભયંકર વાવાઝોડાની આગાહી કરી છે. ત્યારે અંબાલાલ પટેલે શું કરી છે ડરામણી આગાહી?
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતોએ ફરી કુદરતી આફત સામે બાથ ભીડવા માટે તૈયાર રહેવું પડશે. કેમ કે જગતના તાત પર ફરી ઘાત આવી રહી છે અને એ પણ એક નહીં બે-બે ઘાતનો ખેડૂતોએ સામનો કરવો પડશે. ત્યારે ખેડૂતો માટે અંબાલાલ પટેલે શું કરી છે ડરામણી આગાહી?
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં બેવડી ઋતુની અનુભૂતિ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે 18 ઓક્ટોબરથી લઈ 21 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા છે. આગામી 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તેમજ દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Gujarat Weather Update: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તેમ છતાં પણ સતત 6 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી 6 દિવસ કેવું હવામાન રહેશે અને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી જોઈએ.
Gujarat Rain: સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુંલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે અને લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે. જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
Gujarat Weather Update: ગુજરાતમાં ગરમી વચ્ચે ચોમાસાનું આગમન થયું છે. કમોસમી વરસાદથી સામાન્ય લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરી છે. ચાલો જાણીએ IMD દ્વારા શું અપડેટ આપવામાં આવ્યું છે.
Cyclone Alert: ગુજરાતમાં હજી સુધી જોઈએ એવી ઠંડી આવી નથી. આવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ મોટી આગાહી કરી છે કે તા. 10 નવેમ્બરથી 14 નવેમ્બર દરમ્યાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતાઓ છે. તેમજ આ ડિપ્રેશનથી વાવાઝોડું પણ આવવાની શક્યતા રહેશે.
Gujarat Cyclone Alert: બંગાળની ખાડી પર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેનાથી અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાત માટે પણ હવામાન વિભાગ અને અંબાલાલે શું આગાહી કરેલી છે જાણો લેટેસ્ટ અપડેટ. ઉત્તર ભારતમાં જ્યાં ધીરે ધીરે ઠંડી દસ્તક આપી રહી છે ત્યાં દક્ષિણ ભારતમાં વરસાદનો સિલસિલો હજુ પણ ચાલુ જોવા મળી રહ્યો છે.
Gujarat Monsoon: સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. ઓફસેર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં કાલે વડોદરા, છોટાઉદેપુર અને અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો નર્મદા, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
Gujarat Weather 2024: રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે. રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.