સહકાર સેતુ 2018

બેંકોનો વ્યાપ વિસ્તારવા ભાવિ વિકાસનો રોડ મેપ નક્કી કરશે : એન. વિશ્વનાથન

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર એન. વિશ્વનાથને જણાવ્યું હતું કે “શહેરી સહકારી બેંકીંગ સેકટરમાં તાકિદે પ્રોફેશનાલિઝમ લાવવાની જરૂર છે. જો આપણે વધતી જતી સ્પર્ધા સામે ટકી રહેવા માગતા હોઈએ તો આપણા સહકારી એકમોના વહિવટ માટે અને તેમનુ વિસ્તરણ કરવા માટે યોગ્ય પ્રોફેશનલ મેનેજમેન્ટની જરૂર છે. આપણે સાથે મળીને વિકસવા માંગતા હોઈએ તો થાપણદારોમાં ફરી વિશ્વાસ હાંસલ કરવો આવશ્યક છે કે જેથી તેમનાં નાણાં બેંકોમાં સલામત છે અને તે કોઈ પણ પ્રકારની કટોકટીમાં સલામત રહે તે અમારી સર્વોચ્ચ અગ્રતા રહેશે. માત્ર બેંકોના વહિવટ જ નહીં પણ સાથે સાથે સાયબર ક્રાઈમની સમસ્યા હલ કરવા માટે કૌશલ્યને ચોકકસપણે અપગ્રેડ કરવાનુ રહેશે”. 

Aug 6, 2018, 03:23 PM IST

અમદાવાદમાં નાગરિક સહકારી બેંકીંગ ક્ષેત્રની કોન્ફરન્સ યોજાશે, ડે. ગવર્નર એન. વિશ્વનાથન ઉદ્દઘાટન કરશે

200 થી વધુ શહેરી સહકારી બેંકોના પ્રતિનિધિઓ આ બે દિવસના સમારંભમાં હાજરી આપશે, જેમાં સેમિનાર, પેનલ ચર્ચાઓ અને પ્રદર્શન યોજાશે.

Aug 2, 2018, 09:19 AM IST