OPERATION GHOST હેઠળ અગાઉખુન, ખુનનીકોશીષ, ધાડ, લુંટ, ખંડણી ઉઘરવવા જેવા ગુનામાં પક્ડાયેલ અને છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો કુખ્યાત આરોપી પ્રવિણ રાઉતને બીહારથી સુરત શહેર ક્રાઇમબ્રાંચએ ઝડપી પાડ્યો હતો. સુરત શહેરમાં ખુન, ખુનની કોશીષ, ધાડ, લુંટ જેવા ગુનામા આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઈમબ્રાચની અલગ-અલગ ટીમો બનાવી આવા આરોપીઓને શોધી કાઢવા ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું. જે પૈકી અગાઉ હથીયાર સાથે ૪-૪ ખુન, ખુનની કોશીષ, ધાડ, લુંટ, ખંડણી જેવા ગુનાઓમાં પક્ડાયેલ આરોપી પ્રવિણ રાઉત ઘણા લાંબા સમયથી નાસતો ફરતો હોય તેને ટાર્ગેટ તરીકે પસંદ કરી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.
Jun 24,2022, 13:13 PM IST