Celebrities have a unique love News

સલમાન ખાનથી અર્જૂન કપૂર સુધી બોલીવુડના આ ભાઈઓ હંમેશા રહે છે બહેનોની નજીક
ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલિવુડની ફિલ્મોમાં આપણે ઘણા વર્ષોથી ભાઈ-બહેનનો બેજોડ સંબંધ જોતા આવ્યા છીએ. એટલુ જ નહીં રક્ષાબંધનના ઘણા લોકપ્રિય ગીતો છે કે જે બોલિવુડની દેન છે. ફિલ્મની જેમ અસલ જિંદગીમાં પણ બોલિવુડના ઘણા એવા સ્ટાર્સ છે કે જેઓ પોતાના ભાઈ-બહેનની ઘણી નજીક છે. તે બધા ભાઈ-બહેન પર જીવ આપવા માટે દરેક પળ તૈયાર રહે છે. સલમાન ખાન આનુ સૌથી મોટુ ઉદાહરણ છે. જ્યારે સલમાન પોતાના કોર્ટ કેસનો સામનો કરી રહ્યા હતા તે દરમિયાન તેની બહેનોએ બધી જવાબદારી પોતે સંભાળી અને ભાઈ સલમાનના કદમ સાથે કદમ મિલાવીને તેમની સાથે ઉભી રહી હતી. જોકે માત્ર આ કેસમાં સલમાન નસીબદાર નથી. બોલિવુડના ઘણા એવા સ્ટાર્સ છે કે જે પોતાના ભાઈ-બહેન વિના આજે આ ઉંચાઈ પર ન પહોંચી શકતા, જે એકબીજા માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહે છે.
Aug 11,2022, 11:30 AM IST

Trending news