Chinese ambassador News

ઈઝરાયેલમાં થયેલી ચીનના આ ધૂરંધર વ્યક્તિની 'હત્યા', ક્યાંક વિશ્વયુદ્ધનું કારણ ન બને!
ઈઝરાયેલમાં ચીનના રાજદૂત ડુ વેઈનું મોત રહસ્યમય રીતે રાજધાની તેલ અવીવ સ્થિત તેમના ઘરે થયુ છે. ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ મુજબ 58 વર્ષના ડુ વેઈનો મૃતદેહ તેમના પલંગ પર મળી આવ્યો. તેમના મોતનું કારણ હજુ સામે આવ્યું નથી. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં ડુ વેઈની નિયુક્તિ ઈઝરાયેલમાં ચીનના રાજદૂત તરીકે થઈ હતી. આ અગાઉ  તેઓ યુક્રેનમાં ચીનના રાજદૂત હતાં. તેઓ પરણીત હતા અને એક પુત્ર પણ છે. તેઓ તેલ અવીવના પરા વિસ્તાર હર્જલિયામાં રહેતા હતાં. પણ તેમની હત્યા થઈ હોય તેવી શંકા સેવાઈ રહી છે. આ એક રાજનીતિક હત્યા છે અને તે પણ આજના દોરમાં થવી, કે જ્યારે ચીન પર દુનિયાન આંગળી ઉઠાવી રહ્યું છે ત્યારે તે એક સારું લક્ષ્ણ નથી. સૌથી મોટી વાત અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ હત્યા અમેરિકામાં કેમ ન થઈ? અમેરિકામાં એક હત્યા જરૂર થઈ છે પરંતુ તે રાજકીય હત્યા નહતી. પરંતુ એક કોરોના હત્યા કહી શકાય. પરંતુ મોસાદ અને નેતન્યાહૂના દેશમાં ચીનના સર્વોચ્ચ પ્રતિનિધિને મારી નાખવો એ સરળતાથી સમજમાં આવી શકે તેવી વાત નથી. 
May 18,2020, 8:33 AM IST

Trending news