ભારતના વલણ સામે ચીનનું સરેન્ડર, કહ્યું- 'બંને દેશ એક બીજાના દુશ્મન નથી'
ભારતમાં ચીનના રાજદૂત સુન વેઈડોંગ (Sun Weidong)એ ભારત અને ચીનના સંબંધને લઇને કહ્યું કે, આપણે ક્યારે પણ આપણા મતભેદોને બંને દેશ વચ્ચે પરસ્પરના સંબંધોથી વધારે મહત્વ આપવું ન જોઇએ અને અસંમતીઓનું સમાધાન વાતચીતથી કરવું જોઇએ.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં ચીનના રાજદૂત સુન વેઈડોંગ (Sun Weidong)એ ભારત અને ચીનના સંબંધને લઇને કહ્યું કે, આપણે ક્યારે પણ આપણા મતભેદોને બંને દેશ વચ્ચે પરસ્પરના સંબંધોથી વધારે મહત્વ આપવું ન જોઇએ અને અસંમતીઓનું સમાધાન વાતચીતથી કરવું જોઇએ.
સુન વેઈડોંગે કહ્યું કે, ચીન અને ભારત સાોથે મળીને કોવિડ-19ને લડત આપી રહ્યાં છે અને અમારા માટે તે પણ મહત્વપૂર્ણ ટાસ્ક છે કે અમે અમારા સંબંધોને મજબૂત રાખીએ. અમારા યુવાઓને તે અહેસાસ થવો જોઇએ કે, બંને દેશો ચીન અને ભારત વચ્ચે સંબંધ એક બીજા માટે નવી તક ઉભી કરશે અને અમે એક બીજા માટે ખતરો નથી.
ચીનના રાજદૂતે કહ્યું કે, ભારત અને ચીન એ બીજાના દુશ્મન નથી, પરંતુ એક બીજાના માટે તક છે. ભારત અને ચીન બંને મળીને કોરોના વાયરસને લડત આપી રહ્યાં છે. બંને દેશોની વચ્ચે જે મતભેદ છે. તેની અસર સંબંધો પર ના પડવી જોઇએ. બંને દેશોને વાતચીત દ્વારા મતભેદ ઉકલેવા જોઇએ.
વિવાદ વચ્ચે અમેરિકાનું મોટું નિવેદન
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા બોર્ડર વિવાદ વચ્ચે અમેરિકાએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરી કહ્યું કે, જો ભારત અને ચીન ઈચ્છે તો અમેરિકા મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે ભારત અને ચીન બંનેને જાણકારી આપી છે કે, અમેરીકા તેમની વચ્ચે સ્થિત બોર્ડર વિવાદ માટે મધ્યસ્થ બનવા ઈચ્છુક પણ છે અને તેને પૂર્ણ કરવા સક્ષમ પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે