Despite monsoon News

જો નર્મદાનું પાણી નહી છોડવામાં આવે તો અરવલ્લી જિલ્લો પાણી માટે ચોમાસું હોવા છતા ટળવળ
ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. 21 ટકા જ વરસાદ જિલ્લામાં ઓગસ્ટ માસની શરૂઆત સુધીમાં નોંધાતા જળાશયોમાં પાણીં અછત સર્જાઈ છે. જેના કારણે આગામી સમયમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની શકે તેમ છે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં હાલ સરેરાશ 0 થી 40 ટકા જેટલું પાણી બચ્યું છે. વાત્રક,માઝુમ, મેશ્વો, વૈડી, લાંક પાંચ જળાશયોમાં પાણીનો જથ્થો ખુબ ઓછો છે. મોડાસા શહેર પાસે આવેલ માઝુમ જળાશયમાં પાણીનો જથ્થો 36 ટકા છે. જેના કારણે વરસાદ ન પડયો તો મોડાસા શહેર માટે પીવાનું પાણી મળવું મુશ્કેલ બનશે. બીજી તરફ આ જળાશયના આધારે ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું સિંચાઈ વિભાગ માટે પણ કઠિન છે. ખેડૂતો સાથે વાતચીતમાં ખેડૂતોએ નર્મદાના પાણી ડેમમાં ઠાલવવા માંગણી કરી છે. જેથી ચોમાસુ ખેતી નિષ્ફળ ગયા બાદ શિયાળુ ખેતી માટે એક આશા ઉભી થઇ શકે.
Aug 2,2021, 23:02 PM IST

Trending news