narmada water

જો નર્મદાનું પાણી નહી છોડવામાં આવે તો અરવલ્લી જિલ્લો પાણી માટે ચોમાસું હોવા છતા ટળવળશે

ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. 21 ટકા જ વરસાદ જિલ્લામાં ઓગસ્ટ માસની શરૂઆત સુધીમાં નોંધાતા જળાશયોમાં પાણીં અછત સર્જાઈ છે. જેના કારણે આગામી સમયમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની શકે તેમ છે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં હાલ સરેરાશ 0 થી 40 ટકા જેટલું પાણી બચ્યું છે. વાત્રક,માઝુમ, મેશ્વો, વૈડી, લાંક પાંચ જળાશયોમાં પાણીનો જથ્થો ખુબ ઓછો છે. મોડાસા શહેર પાસે આવેલ માઝુમ જળાશયમાં પાણીનો જથ્થો 36 ટકા છે. જેના કારણે વરસાદ ન પડયો તો મોડાસા શહેર માટે પીવાનું પાણી મળવું મુશ્કેલ બનશે. બીજી તરફ આ જળાશયના આધારે ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું સિંચાઈ વિભાગ માટે પણ કઠિન છે. ખેડૂતો સાથે વાતચીતમાં ખેડૂતોએ નર્મદાના પાણી ડેમમાં ઠાલવવા માંગણી કરી છે. જેથી ચોમાસુ ખેતી નિષ્ફળ ગયા બાદ શિયાળુ ખેતી માટે એક આશા ઉભી થઇ શકે.

Aug 2, 2021, 11:02 PM IST

તરસ્યું નહિ રહે મારુ રાજકોટ... મુખ્યમંત્રી રૂપાણીએ લીધો નર્મદાનું પાણી પહોંચાડવાનો નિર્ણય

રાજકોટવાસીઓને મુખ્યમંત્રી રૂપાણી (vijay rupani) એ મોટી ભેટ આપી છે. રાજકોટવાસીઓને હવે પાણી મુદ્દે કોઈ પારાયણ નહિ થાય. સૌની યોજના દ્વારા રાજકોટ (Rajkot) ના ન્યારી ડેમમાં 300 ક્યુસેક પાણી આપવામાં આવશે. મંગળવાર સુધીમાં ડેમમાં નર્મદા નીર પહોંચી જશે.

Jul 18, 2021, 12:22 PM IST

નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત, રાજ્યના લાખો ખેડૂતો અને પશુપાલકોને થશે લાભ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આગામી ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોને જરુરિયાત મુજબ પાણી મળી રહે એ માટે રાજય સરકારે નિર્ણય કર્યો છે.

May 13, 2021, 05:44 PM IST

સરકારનો મહત્વનો નિર્ણય, નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ઉનાળુ પાક માટે 5 માર્ચથી મળશે પાણી

આગામી ઉનાળાની સીઝનમાં પણ ખેડૂતોને પાક વાવેતર માટે પાણી તા. ૫ મી માર્ચના રોજથી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પરિણામે ઉનાળું વાવેતર કરતાં નર્મદા કમાન્ડ વિસ્તારના અંદાજે ૪ લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તારના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે અને તેમની ઉત્પાદકતામાં તથા વાવેતરની ક્ષમતામાં પણ વધારો થશે.

Mar 4, 2021, 07:21 PM IST

ગુજરાતમાં મોઁઘુ થશે પીવાનું પાણી, જાણો ક્યારથી....

  • નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે.
  • આગામી નવા વર્ષથી ગુજરાતવાસીઓને પાણીના વપરાશ માટે વધુ રૂપિયા આપવાના રહેશે

Dec 4, 2020, 12:27 PM IST

કચ્છ શાખા નહેરના ર૪ કિ.મી.ના બાકી કામ ઝડપથી પૂરા કરવા સીએમનો આદેશ

મુખ્યમંત્રીએ કચ્છમાં નર્મદાના પાણી પહોચાડવાના કામોની વિગતવાર સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.  નાયબ મુખ્યમંત્રી  નિતીનભાઇ પટેલ અને રાજ્યમંત્રી  વાસણભાઇ આહિરની ઉપસ્થિતીમાં આ બેઠક યોજાઇ હતી. 

Jul 2, 2020, 09:40 PM IST

રવિવારથી ખેડૂતોને ખેતી માટે મળશે નર્મદાનું પાણી, રાજ્ય સરકારે કરી જાહેરાત

વાવેતરની સીઝન શરૂ થાય તે પહેલા સરકારે ટેકાના ભાવ પણ જાહેર કર્યાં છે. પશુઓને પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તથા હાઈડ્રો પાવર દ્વારા નર્મદા પર વીજ ઉત્પાદન પણ થશે. 

Jun 4, 2020, 05:59 PM IST

લોકડાઉનની પર્યાવરણ પર સકારાત્મક અસર: નર્મદાનું પાણી મિનરલ વોટર કરતા પણ શુદ્ધ

લોકડાઉનનાં કારણે સમગ્ર દેશના ઉદ્યોગો બંધ છે. તેની અસર પર્યાવરણ પર પણ જોવા મળી રહી છે. ગંગા યમુના અને નર્મદા સહિત અનેક નદીઓનું પાણી સ્વચ્છ થવા લાગ્યું છે. આ એક મહિના પહેલા સુધી અનેક હિસ્સાઓમાં મેલી દેખાતી નર્મદાનું પાણ હાલ મિનરલ વોટર જેટલું ચોખ્ખું દેખાય છે. નર્મદા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) ના પ્રબંધક એસકે વ્યાસે જણાવ્યું કે, નર્મદા જળનું માનક મિનરલ વોટર જેવું થઇ ચુક્યું છે. અમારા વિભાગ દ્વારા તેની તપાસ પણ કરવામાં આવી છે. નર્મદા જળમાં અનેક પ્રકારની ઔષધિઓ, જડી બુટ્ટીઓ પણ સમાહિત થાય છે. તે પીવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. 

Apr 26, 2020, 05:25 PM IST

બનાસકાંઠા: દાંતીવાડા ડેમમાં આવ્યું નર્મદાનું નીર, સ્નાનિકોમાં ખુશીનો માહોલ

જિલ્લાના ખેડૂતો માટે આજે સૌથી મોટા સમાચાર દાંતીવાડા ડેમથી આવ્યા છે. દાંતીવાડા ડેમમાં 500 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નાખેલી પાઇપલાઇનમાં નર્મદાનું પાણી આવતા જિલ્લાવાસીઓ ખુશખુશાલ છે. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પ્રથમ વખત આવેલા નર્મદા નીરના વધામણા કર્યા હતા.

Aug 11, 2019, 09:11 PM IST
Water Supply For North Gujarat PT5M18S

સુજલામ સુફલામ યોજના અંતગર્ત ઉત્તર ગુજરાતના 400થી વધુ તળાવો ભરવામાં આવશે

રાજ્યમાં વરસાદના સાર્વત્રિક વરસાદ થયો છે જોકે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં વરસાદ નથી આ વિસ્તારોમાં પાણી આવે તેવો વરસાદ નથી. સિંચાઈ માટે વધારે પાણીની જરૂરિયાત છે ઘણા બધા જિલ્લાઓમાંથી સિંચાઈ માટે પાણીની રજૂઆત ધારાસભ્યો તરફથી આવી રહી છે. સ્થાનિક તળાવમાં અને નદી-નાળામાં પાણી ન હોવાના કારણે લાખોની સંખ્યામાં ગામડાઓમાં પશુધન પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થાય તેવી સ્થિતિ છે.

Aug 8, 2019, 10:35 AM IST

ઉત્તર ગુજરાતના 400 તળાવોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે: નીતિન પટેલ

નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વરસાદના સાર્વત્રિક વરસાદ થયો છે જોકે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં વરસાદ નથી આ વિસ્તારોમાં પાણી આવે તેવો વરસાદ નથી. સિંચાઈ માટે વધારે પાણીની જરૂરિયાત છે ઘણા બધા જિલ્લાઓમાંથી સિંચાઈ માટે પાણીની રજૂઆત ધારાસભ્યો તરફથી આવી રહી છે. સ્થાનિક તળાવમાં અને નદી-નાળામાં પાણી ન હોવાના કારણે લાખોની સંખ્યામાં ગામડાઓમાં પશુધન પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થાય તેવી સ્થિતિ છે.

Aug 7, 2019, 05:34 PM IST
Jamnagar may face Water Crisis due to lack of Water Resources PT1M39S

જામનગરમાં સર્જાયી શકે છે પાણીની કટોકટી , જુઓ વિગત

જામનગરમાં ચોમાસામાં ઓછો વરસાદ પડવાની શક્યતા વચ્ચે પાણીની સમસ્યા ઉભી થઇ છે. પાણીના તમામ સ્ત્રોત ખૂટી જવાના કારણે, જામનગર હવે નર્મદા નીરના ભરોસે છે. જામનગર મહાનગરપાલિકાનું 153 કરોડનું લેણું ચૂકવવાનું બાકી હોવાનું સામે આવ્યું છે. આવા સમયે સરકાર હવે મહાનાગપાલિકાને લઇ કડક કાર્યવાહી નહિ કરે તો જામનગરમાં પાણીની કટોકટી સર્જાયી શકે છે.

May 16, 2019, 12:15 PM IST

રાજકોટમાં નહીં સર્જાય જળ સંકટ: આજી અને ન્યારી બન્ને ડેમમાં ઠાલવાશે નર્મદા નીર

ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેને લઇ હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાતા ડેમની સપાટી 119.57 મીટર સુધી પહોંચી ગઇ છે. જેથી સરકાર દ્વારા આજી અને ન્યારી બન્ને ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવશે.

May 10, 2019, 12:35 PM IST

પાણી મુદ્દે લલીત વસોયાના આમરણાંત ઉપવાસ શરૂ, તબીબે આપી આ સલાહ

રાજકોટ ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વાસોયા નાયબ કલેકટર કચેરીએ આજે આમરણાંત ઉપાવસ શરૂ કરી દીધા છે. ત્યારે ધોરાજી ડાયાબીટીસ અને સુગર લેવલ હાઇ હોવાના કારણે તેમની તબિયત લથડી શકે છે માટે તબીબે આમરણાંત ઉપવાસ ન કરવા સલાહ આપી છે.

May 5, 2019, 12:15 PM IST

ગુજરાતમાં પાણીની સમસ્યા નિવારવા માટે સરકારે કરી મોટી જાહેરાત, 1916 થશે ઉપયોગી

રાજ્યમાં પીવાના પાણીના આયોજન અને પાણીની સ્થિતિ પર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 44 થી 45 ડીગ્રી ગરમીમાં પીવાનું પાણી આપવાની સરકારની ફરજ છે. નર્મદા, પાણી પુરવઠા દ્વારા સંયુક્ત રીતે પાણી આપવામાં આવે છે. નર્મદા દ્વારા 375 કરોડ લીટર પુરું પાડવામાં આવે છે. નર્મદા યોજના દ્વારા 6 કોર્પોરેશન સહિતના વિસ્તારો કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે.
 

Apr 29, 2019, 05:16 PM IST

હવે પત્ર વિના પાણી નહિં, નર્મદા કેનાલનું પાણી લેવા માટે ખેડૂતોએ કરવી પડશે અરજી

સરકાર દ્વારા એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, કે જો ખેડૂતોને નર્મદાના પાણીની જરૂરિયાત હોય તો તે નર્મદાના પાણી માટે 5મી નવેમ્બર પહેલા અરજી કરી શકે છે.

Oct 20, 2018, 10:59 AM IST