Equally News

ઉતરાયણ:પશુઓ માટે સંવેદનશીલ સરકાર,124 ડોક્ટર્સ અને 1469 વોલેન્ટિયર્સ ખડેપગે
મકરસંક્રાંતિમાં છેલ્લા ચાર વર્ષથી પક્ષીઓના અભયદાન માટે કરૂણા અભિયાન રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ ૧૩ હજારથી પણ વધારે  વોલિયન્ટર પક્ષીઓના રેસ્ક્યુ માટે ઉતરાયણ સંદર્ભે ઈમરજન્સી ટ્રીટમેન્ટ મળી રહે તે માટે કામગીરી કરશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ ચાઈનીઝ કે કોટેડ દોરી વાગવાને કારણે ઘવાતા હોય છે. જેને પગલે સમાજમાં જીવદયાનો મેસેજ જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી બોડકદેવ સ્થિત વાઈલ્ડ લાઈફ સેન્ટરની રવિવારે મુલાકાત લીધી હતી. ઉપરાંત સાથે જ વનમંત્રી ગણપત વસાવા પણ હાજર રહી વોલેન્ટરીની કામગીરી અને ઇજાગ્રસ્ત પક્ષીઓની સ્થિતિથી વાકેફ થયા હતા.
Jan 12,2020, 17:44 PM IST

Trending news