1 February Rule Change: 1 ફેબ્રુઆરી 2026થી દેશભરમાં ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવાની તૈયારીમાં છે. બજેટના દિવસે અમલમાં આવનારા આ ફેરફારોમાં LPG સિલિન્ડરના ભાવ, પાન-મસાલા અને સિગારેટ પરનો ટેક્ષ, FASTag નિયમો અને બેંક રજાઓનો સમાવેશ થાય છે. આ નિયમો સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવન પર સીધી અસર કરશે.
FASTag new rule: નવા વર્ષની શરૂઆત સાથે જ વાહન ચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી 2026થી નવા વાહનો માટે FASTag લેતી વખતે ફરજિયાત KYCની પ્રક્રિયા નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. હવે ગાડીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને VAHAN પોર્ટલ દ્વારા જ વેરિફિકેશન કરવામાં આવશે, જેનાથી એક્ટિવેશન પછી આવતી મુશ્કેલીઓનો અંત આવશે.
Toll Tax New Rule: સરકાર દ્વારા ટોલ ટેક્સને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યો છે, જો કે આ લોકોને ટોલ ફી ડબલ આપવી પડશે. સરકારનો આ નિર્ણય કેસલેસ વ્યવહારને વધારવાનો છે.
NHAI New Rule: NHAIએ FASTagના દુરુપયોગને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. NHAIએ કહ્યું છે કે, તેમણે સરળ ટોલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે યુઝર્સને બ્લેકલિસ્ટ કરવા માટે 'લૂઝ ફાસ્ટેગ' રિપોર્ટ કરવાની પ્રક્રિયાને મજબૂત બનાવી છે.
FASTag New Rule: ફાસ્ટટેગનો નવો નિયમ સોમવારથી લાગુ થઈ રહ્યો છે. આ અંતર્ગત ફાસ્ટટેગમાં ઓછું બેલેન્સ, પેમેન્ટમાં વિલંબ અથવા ફાસ્ટટેગ બ્લેકલિસ્ટ પર વધારાનો દંડ વસૂલવામાં આવશે.
FASTag New Rule: નવી યોજના હેઠળ, 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે મુસાફરી કરતા વાહનોના FASTag ખાતામાંથી ચલનની રકમ સીધી જ કપાશે. તેનો હેતુ ઓવરસ્પીડિંગને રોકવા અને માર્ગ સલામતી સુધારવાનો છે.