Google પોતાની એક સર્વિસને બંધ કરી રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે Google Assistant ને Gemini રિપ્લેસ કરશે. મોબાઇલની સાથે-સાથે બાકી ડિવાઇસમાં પણ આ ફેરફાર થશે.
ગૂગલ માટે કામ કરનાર ત્રીજો પક્ષ એટલે કે કોન્ટ્રાક્ટર્સ સ્માર્ટફોન, હોમ સ્પીકર અને સુરક્ષા કેમેરા પર ગૂગલ અસિસ્ટેંટના માધ્યમથી તમારા બેડરૂમની વાતચીતને ગુપ્ત રીતે સાંભળે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે આ પ્રકારની રેકોર્ડિંગથી યૂજર્સની ગોપનીયતા પર ગંભીર સવાલ ઉદભવે છે. બેલ્ઝિયમના બ્રોડકાસ્ટર વીઆરટી એનડબ્લ્યૂએસના અનુસાર, ગૂગલ હોમ સ્પીકર સાથે યૂજર્સની વાતચીત રેકોર્ડ કરવામાં આવી રહી છે અને ઓડિયો ક્લિપ સબ-કોન્ટ્રાક્ટર્સને મોકલવામાં આવે છે, જે ગૂગલની સ્પીચ રિકગનિશનમાં સુધારા માટે ઓડિયો ફાઇલ બાદમાં ઉપયોગ કરવા માટે ટ્રાંસક્રિપ્ટ કરી રહ્યા છે.