Kargil vijay diwas 2020 News

શૌર્યના 21 વર્ષ: ...જ્યારે ભારતીય સેનાએ જીત્યું દુનિયાનું સૌથી મુશ્કેલ 'કારગિલ યુદ્ધ
લદાખની ઊંચી પહાડીઓની ટોચ પર લડાયેલા કારગિલ યુદ્ધને ખતમ થયે આજે 21 વર્ષ પૂરા થયાં. આ એક એવું યુદ્ધ હતું કે જેમાં ભારતીય સેનાએ લગભગ 18 હજાર ફૂટથી વધુ ઊંચાઈવાળી પહાડીઓની ટોપ પર ચડી બેઠેલા દુશ્મનોનો મારી ભગાડ્યા હતાં. આ યુદ્ધમાં જીત માટે પાકિસ્તાને 'ઓપરેશન બદ્ર' શરૂ કર્યું હતું. પરંતુ ભારતનું 'ઓપરેશન વિજય' પાકિસ્તાનના ઓપરેશન પર ભારે પડી ગયું. આ યુદ્ધમાં પાકિસ્તાને 700 સૈનિકો ગુમાવ્યાં અને એક એવો મનોવૈજ્ઞાનિક ફટકો પણ ખાધો કે જેમાંથી તે આજ દિન સુધી બહાર આવી શક્યું નથી. યુદ્ધ દરમિયાન પાકિસ્તાને દાવો પણ કર્યો કે લડનારા તમામ કાશ્મીરી ઉગ્રવાદીઓ છે પરંતુ યુદ્ધમાં મળી આવેલા દસ્તાવેજો અને પાકિસ્તાની નેતાઓના નિવેદનોથી સાબિત થયું કે પાકિસ્તાની સેના પ્રત્યક્ષ રીતે આ યુદ્ધમાં સામેલ હતી. લગભગ 3000 ભારતીય સૈનિકો અને લગભગ 5000 ઘૂસણખોરો આ યુદ્ધમાં પ્રત્યક્ષ રીતે આમને સામને થયાં. ભારતીય સેના અને વાયુસેનાના સંયુક્ત ઓપરેશનમાં કારગિલની ચોટીઓ પર કબ્જો જમાવી બેઠેલા પાકિસ્તાની સેનાઓને ધૂળ ચટાડી. 
Jul 26,2020, 8:43 AM IST

Trending news