this place

ડાંગમાં ફરવા જઇ રહ્યા છો? જો આ સ્થળે સેલ્ફી લેશો તો થશે પોલીસ કાર્યવાહી

ચોમાસાની સિઝનમાં સેંકડો લોકો ડાંગ ફરવા માટે જતા હોય છે. લીલોછમ જિલ્લાનો આ એક ટુકડો કુદરતી સુંદરતાભી ભરપુર ચોમાસામાં અનેક લોકોનું ફરવા માટેનું મનપસંદ સ્થળ છે. જો કે અધિક કલેક્ટરે આ જિલ્લામાં અકસ્માત નિવારવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. અધિક કલેક્ટરે અકસ્માત નિવારવા માટે જિલ્લાનાં તળાવો, નદીઓ અને ધોધ પર ચોમાસા દરમિયાન સેલ્ફી પર પ્રતિબંધ લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યાં છે. 

Jun 24, 2021, 07:06 PM IST