હાડ થીજવડી ઠંડી News

શું છે આર્કિટેક્ટ બ્લાસ્ટ, જેને કારણે અનેક દેશોમાં લોહી જમાવી દે તેવી ઠંડી
 પહેલીવાર ગુજરાતમાં જાન્યુઆરીના અંતમાં આટલી કાતિલ ઠંડી પડી રહી છે. માત્ર ગુજરાત જ નહિ, સમગ્ર ઉત્તર ભારતમાં ગુજરાત કરતા પણ વધુ ખરાબ સ્થિતિ છે. ડિસેમ્બરના અંતમાં ગુજરાતમાં જે ઠંડી લાગે છે, તેના ઠંડા પવનો ઉત્તર ભારતમાં થતી બરફવર્ષાને કારણે આવે છે. પરંતુ હાલ જે ઠંડી પડી રહી છે, તેના માટે ઉત્તર ભારત નહિ, પણ કોઈ બીજુ જ કારણ છે. આ કાતિલ ઠંડીનો છેડો સીધો જ આર્કિટેક્ટ ખંડ સુધી અડી રહ્યો છે. ભારત, અમેરિકા અને બ્રિટન સહિત દુનિયાના અનેક દેશોમાં હાલ કાતિલ ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી પાડ્યા છે. આ ઠંડી માત્ર જલ્દી જ શરૂ નથી થઈ, પરંતુ બહુ લાંબી પણ ચાલી છે. તેમજ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ ભારે બરફવર્ષા થઈ છે. બરફવર્ષા થવાનો સિલસિલો હજી પણ યથાવત છે. તેનું કારણ આર્કિટેક્ટ બ્લાસ્ટ છે. આ કારણે જ અમેરિકામાં પણ રક્ત જમાવી દે તેવી ઠંડી પડી રહી અને લોકોને આ ઠંડીથી બચવા માટે સરકારે ચેતવણી જાહેર કરવી પડી છે. તો બ્રિટનમાં પણ હાલત ખરાબ છે. ત્યારે જાણી લઈએ શું છે આર્કિટેક્ટ બ્લાસ્ટ.
Jan 31,2019, 8:33 AM IST

Trending news