CNG Car નો ઉપયોગ કરો છો? સુરક્ષા મુદ્દે CNG ગાડીઓ પર ઉઠી રહ્યાં છે સવાલ, આ રહ્યાં તમામ સવાલોના જવાબ

ARE CNG CARS SAFE IN INDIA? આ સવાલ આજે દરેકને સતાવી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આસ્માને પહોંચ્યા છે. વધી રહેલા પેટ્રોલના ભાવ વચ્ચે તમે નવી કાર લેવાનું વિચારી રહ્યાં છો અને CNG કાર લેવામાં ખચકાટ અનુભવી રહ્યાં છો, તો અમે તમને કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવીશું જેથી તમને નિર્ણય લેવામાં સરળતા રહેશે.

CNG Car નો ઉપયોગ કરો છો? સુરક્ષા મુદ્દે CNG ગાડીઓ પર ઉઠી રહ્યાં છે સવાલ, આ રહ્યાં તમામ સવાલોના જવાબ

નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસ્માને પહોંચ્યા છે. વધી રહેલા પેટ્રોલના ભાવ વચ્ચે તમે નવી કાર લેવાનું વિચારી રહ્યાં છો અને CNG કાર લેવામાં ખચકાટ અનુભવી રહ્યાં છો, તો અમે તમને કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવીશું જેથી તમને નિર્ણય લેવામાં સરળતા રહેશે.

કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થયો છે. ભડકે બળતા પેટ્રોલના ભાવને જોતા ગ્રાહકો વૈકલ્પિક ઈંધણથી ચાલતા વાહનો તરફ આગળ વધ્યા છે. તેવામાં CNG એક સસ્તો વિકલ્પ છે. આ સિવાય પેટ્રોલ-ડીઝલની સરખામણીએ CNG કારોમાં માઈલેજ વધુ મળે છે. વધી રહેલા પેટ્રોલના ભાવ વચ્ચે તમે નવી કાર લેવાનું વિચારી રહ્યાં છો અને CNG કાર લેવામાં ખચકાટ અનુભવી રહ્યાં છો, તો અમે તમને કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવીશું. જેથી તમારા મનમાં થતી તમામ શંકાઓ દૂર થાય.

1) શું ઝડપી એક્સેલરેશન મળશે ?
લોકોને લાગે છે કે CNG કારમાં એક્સેલરેશન પેટ્રોલ-ડીઝલ કાર જેવું મળતું નથી. આ એક કલ્પના છે. જો તમે કંપની ફીટેડ CNG કાર ખરીદશો, તો એક્સેલરેશનમાં કોઈ ખાસ ફરક પડશે નહીં. જૂની કારોમાં પણ CNG કીટ ફીટ કરવામાં આવતી હોય છે. આ કારોમાં બરાબર રીતે CNG કીટ ફીટ કરી હશે તો કોઈ ફરક અનુભવાશે નહીં.

2) શું દરેક રસ્તા માટે ફીટ છે ?
એવું માનવામાં આવે છે કે CNG કાર દરેક રસ્તા પર બરાબર ચાલી નથી શક્તી. પડકારથી ભરપુર રસ્તા પર કાર બરાબર નહીં ચાલે. જો કે અન્ય રસ્તાઓ પર આ કારમાં કોઈ મુશ્કેલી નહીં પડે. પેટ્રોલ પર સ્વિચ કરવાથી તમારી સુવિધા તમારા પાસે રહેશે જ.

3) CNGથી એન્જીનનું ઉંમરનો સંબંધ-
CNGથી એન્જીનની ઉંમર પર કોઈ અસર થતું નથી. CNG કારને બરાબર મેઈન્ટેન કરશો, તો કોઈ તકલીફ નહીં પડે.

4) શું સસ્પેંશન પર ખરાબ અસર થશે ?
CNGની કીટને કારણે ગાડીનો વજન વધે છે. જેને કારણે તેવું માનવામાં આવે છે કે કારના સસ્પેંશન પર ખરાબ અસર થશે. કંપની ફીટેડ કારોમાં આ માટે સસ્પેંશન પર ખાસ પેંડિંગ કરવામાં આવે છે. આ પ્રકારનું પેંડિંગને બહાર પણ કરાવી શકાય છે. જેનાથી સસ્પેંશન પર ભાર લાગતો નથી.

5) શું આગ લાગવાનો ખતરો રહે છે ?
CNGને અત્યંત જ્વલનશીલ કહીને બદનામ કરવામાં આવે છે. CNGનું ઈગ્નિશન તાપમાન 700 ડિગ્રી સેલ્શિયસ છે. જ્યારે પેટ્રોલનું ઈગ્નિશન તાપમાન 455 ડિગ્રી સેલ્શિયસ છે. સ્પષ્ટ છે કે સિસ્ટમમાં તાપમાન અનિયંત્રિત રીતે વધશે તો પેટ્રોલ કારની જેમ CNG કાર પણ સળગી ઉઠશે. લીકેજનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

6) ડ્રાઈવિંગ રેન્જને લઈ આશંકા-
કેટલાક લોકો માને છે કે સિલિન્ડર નાનું હોવાથી તેની રેન્જ લિમિટેડ હોય છે. જ્યારે ફુલ ટેંકમાં પેટ્રોલ અથવા ડીઝલ કાર વધારે લાંબુ સફર નક્કી કરી શકે છે. આ માટે ચિંતા ન કરવી જોઈએ કારણ કે આ કારમાં પેટ્રોલ તેમજ CNG ટેન્ક હોય છે. આ માટે આ કારોની રેન્જ અન્ય કારો કરતા વધુ રહે છે.

7) CNGની ઉપલબ્ધતા પર સવાલ-
CNGની ઉપલબ્ધતા પર લોકો સવાલો કરતા હોય છે. માત્ર પહાડી વિસ્તારો અને નાના વિસ્તારોમાં આ પ્રકારની કારને મુશ્કેલી પડે છે. મધ્યમ અને મોટા શહેરોમાં CNG પંપ હોવાથી ગેસ આસાનીથી મળી રહે છે. સરકાર પણ સતત CNG પંપની સંખ્યાને વધારવાના પ્રયાસ કરી રહી છે.

8) CNG કાર ભરોસેલાયક હોય ?
CNG કારો પર ભરોસો ન હોવાથી અનેકવાર સવાલ ઉઠતા હોય છે. માત્ર મારૂતિ દ્વારા વેચવામાં આવતી CNG કારો પર નજર કરવામાં આવે તો આ ભ્રમ દૂર થઈ શકે છે. સમયસર કારની સર્વિસ કરાવી લઈએ તો CNG કાર ભરોસેલાયક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news