DUCATI ની નવી શાનદાર બાઈક ભારતમાં લોન્ચ થઈ, જાણો તમામ ફીચર્સ અને કિંમત
DUCATI LAUNCHED ITS TOP CLASS BIKE: ડુકેટીએ ભારતમાં MULTISTRADE 950 S GP WHITE બાઈક લોન્ચ કરી છે. DUCATI MULTISTRADE 950 S એક ટોપ-સ્પેક મોડલ છે. આ મસ્ક્યુલર બાઈકમાં અનેક નવા ફીચર્સ કંપનીએ સામેલ કર્યા છે.
Trending Photos
નવી દિલ્લીઃ ડુકેટીએ ભારતમાં MULTISTRADE 950 S GP WHITE બાઈક લોન્ચ કરી છે. DUCATI MULTISTRADE 950 S એક ટોપ-સ્પેક મોડલ છે. આ મસ્ક્યુલર બાઈકમાં અનેક નવા ફીચર્સ કંપનીએ સામેલ કર્યા છે. ઈટલીની પ્રખ્યાત પ્રીમિયમ સ્પોર્ટ્સ બાઈક બનાવતી કંપની DUCATIએ MULTISTRADE 950 S બાઈકને ગત વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવી હતી. હવે કંપની આ મોટરસાઈકલને ભારતમાં લોન્ચ કરી છે. ભારતીય બજારમાં તેના એક્સ-શોરૂમ કિંમત 15.69 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ બાઈકની કિંમતનું એલાન કર્યું છે. DUCATI MULTISTRADE 950 S એક ટોપ-સ્પેક મોડલ છે. આ મસ્ક્યુલર બાઈકમાં અનેક નવા ફીચર્સ કંપનીએ સામેલ કર્યા છે. આવો જાણીએ આ સુપર સ્ટાઈલિશ બાઈક વિશે તમામ માહિતી.
કલર સ્કિમ-
MULTISTRADE 950 S બાઈકના નવા GP WHITE કલર થીમ સિવાય કોઈ ખાસ ફેરફાર જોવા નથી મળતા. નવી GP WHITE કલર સ્કિમ સિવાય આ બાઈક ભારતીય બજારમાં પહેલાની જેમ ક્લાસિક ડુકેટી લાલ રંગમાં મળતી રહેશે.
એન્જીન અને પાવર-
MULTISTRADE 950 S બાઈકમાં પહેલાની જેમ 937CC L-ટ્વીન લીક્વિડ કુલ્ડ એન્જીન મળશે. આ એન્જીન 9000 RPM પર 111 BHPનો સર્વાધિક પાવર અને 7750 RPM પર 96NM ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે 6 સ્પીડ ગીયર બોક્સ મળે છે. બાઈકના એન્જીનમાં ક્વીક શિફ્ટર પણ આપવામાં આવ્યું છે. આ બાઈકનો કુલ વજન 230 કિલોગ્રામ છે.
શાનદાર ફીચર્સ-
DUCATI MULTISTRADE 950 S એક ટોપ-સ્પેક મોડલ છે. આ બાઈકમાં અનેક શાનદાર ઈલેક્ટ્રોનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ બાઈકમાં ડુકેટી ક્વીક શિફ્ટ અપ એન્ડ ડાઉન(DQS), ડુકેટી કોર્નરિંગ લાઈટ્સ સાથે LED હેડલાઈટ, ક્રુઝ કંટ્રોલ, 5 ઈંચની ફુલ કલર TFT ડિસ્પ્લે, ડુકેટી સ્કાઈહુક સસ્પેંશન EVO સાથે ઈલેક્ટ્રોનિક સસ્પેંશન, હેંડ્સ ફ્રી સિસ્ટમ, બેકલિટ હેંડલબાર કંટ્રોલ્સ અને BOSCHના કોર્નરિંગ એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ(ABS) જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
4 રાઈડિંગ મોડ્સ-
DUCATI MULTISTRADE 950 S બાઈકના રાઈડિંગ મોડમાં અનેક અને શ્રેષ્ઠ ફીચર આપવામાં આવ્યા છે. બાઈકમાં 4 રાઈડિંગ મોડ આપવામાં આવ્યા છે-સ્પોર્ટ્સ, ટુરિંગ, અર્બન અને એંડ્યુરો. આ સિવાય ગ્રાહકને બાઈકમાં સ્પોક વ્હીલ્સ અને એલોય વ્હીલ્સના વિકલ્પ આપવામાં આવ્યા છે.
કિંમત અને હરીફ-
DUCATI MULTISTRADE 950 રેંજની ભારતીય બજારોમાં શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 15.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ બાઈક સામે TRIUMPH TIGER 900 GT અને BMW F900 XR હરીફ બાઈક્સ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે