Hero Motocorp નું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર Vida V1 લોન્ચ, 165KMની મળશે રેન્જ, માત્ર 2499માં કરો બુકિંગ

Hero Vida Electric Scooter: હીરો Vida હેઠળ પ્રથમ ઈ-સ્કૂટર Vida V1 લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટર બે વેરિએન્ટ- Vida V1 Plus અને V1 Pro માં લોન્ચ કરવામાં આવ્યું છે. હીરોનો દાવો છે કે ઇલેક્ટ્રિક સ્કૂટરને શાનદાર-ઇન-ક્લાસ ફીચર્સની સાથે રજૂ કરવામાં આવ્યું છે. 

Hero Motocorp નું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર  Vida V1 લોન્ચ, 165KMની મળશે રેન્જ, માત્ર 2499માં કરો બુકિંગ

નવી દિલ્હીઃ Hero Vida V1 Electric Scooter launch: ભારતની સૌથી મોટી ટૂ-વ્હીલર નિર્માતા હીરો મોટોકોર્પે (Hero MotoCorp) આજે આખરે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં એન્ટ્રી કરી લીધી છે. કંપનીએ નવી ઈલેક્ટ્રિક કંપની Vida હેઠળ પ્રથમ સ્કૂટર Vida V1 લોન્ચ કર્યું છે. આ સ્કૂટર બે વેરિએન્ટ  Vida V1 Plus અને V1 Pro માં આવ્યું છે. હીરોનો દાવો છે કે ઈલેક્ટ્રિક સ્કૂટરને નવા શાનદાર-ઇન-ક્લાસ ફીચર્સની સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં ટચ સ્ક્રીન ડિસ્પ્લે, ક્રૂઝ કંટ્રોલ, કીલેસ કંટ્રોલ અને અલોય વ્હીલ જેવા ફીચર્સ છે. 

શું છે કિંમત
કંપનીએ તેને આશરે 1.5 લાખની રેન્જમાં લોન્ચ કર્યું છે. કંપનીએ  Vida V1 plus ની કિંમત 1.45 લાખ રૂપિયા અને V1 pro ની કિંમત 1.59 લાખ રૂપિયા રાખી છે. તેનું બુકિંગ 10 ઓક્ટોબરથી શરૂ થશે. ગ્રાહક તેને 2499 રૂપિયા આપી બુક કરાવી શકે છે. સ્કૂટર્સની ડિલિવરી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શરૂ થશે. શરૂઆતમાં સ્કૂટરને માત્ર ત્રણ શહેરો દિલ્હી, બેંગલુરૂ અને જયપુરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં અન્ય શહેરોને સામેલ કરવામાં આવશે. બુકિંગ માટે ગ્રાહક કંપનીની સત્તાવાર વેબસાઇટ પર લોગ ઇન કરી શકે છે. 

Vida V1 Pro 
આ વિડા વી1નું પાવરફુલ વર્ઝન છે. આ સ્કૂટર ફુલ ચાર્જમાં 165 કિમીની રેન્જ ઓફર કરે છે. સ્કૂટરની ટોપ સ્પીડ 80KM પ્રતિ કલાકની છે. તે 0 થી 40kmph ની સ્પીડ 3.2 સેકેન્ડ્સમાં મેળવી લે છે. 

Vida V1 Plus 
આ વિડા વી1 કરતા થોડુ ઓછુ પાવરફુલ છે. આ સ્કૂટર ફુલ ચાર્જમાં 143 કિમીની રેન્જ ઓફર કરે છે. સ્કૂટરની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક છે. તે 0 થી 40kmph ની સ્પીડ 3.4 સેકેન્ડ્સમાં મેળવી લે છે. 

Hero Vida V1: 70% કિંમત પર બાયબેક
કંપની Vida V1 માટે ગ્રાહકોની કિંમતના 70 ટકા સુધી એક બાયબેક પ્લાનની રજૂઆત કરશે. આ સિવાય ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે કંપની 72 કલાક કે 3 દિવસ સુધી ટેસ્ટ રાઇડ પ્લાન રજૂ કરશે. Vida V1 ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી IP67 રેટિંગવાળી છે. કંપનીનું કહેવું છે કે Vida V1 એક સ્માર્ટફોન ઓન વ્હીલ્સ છે. એટલે કે તે તમારા સ્માર્ટફોન સાથે જોડાયા બાદ ડિસ્પ્લે પર તમામ જરૂરી જાણકારી આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news