YouTube પર વીડિયો જોતા આવી જાય છે એડ, જાણો એડ બ્લોક કરવાનો જુગાડ

Tips and Tricks: જો તમે YouTube પર વીડિયો જોતા હોવ અને એડથી પરેશાન થઈ ગયા હોવ તથા આ એડને બંધ કરવા ઈચ્છતા હોવ તો આ માટે યુટ્યૂબ પ્રિમયમની સુવિદ્યા આપવામાં આવે છે પરંતુ યૂટ્યુબ પ્રિમયમમાં તમારે દર મહિને ઓછામાં ઓછા 129 રૂપિયા ભરવા પડે છે જેથી દરેક માટે આ સુવિદ્યાનો લાભ ઉઠાવવો શક્ય નથી. 

YouTube પર વીડિયો જોતા આવી જાય છે એડ, જાણો એડ બ્લોક કરવાનો જુગાડ

Ad free youtube: થોડા સમય પહેલા YouTube પર ખૂબ જ ઓછી એડ જોવા મળતી હતી. જેથી મોટા ભાગના લોકો એડને સ્કિપ કરીને સરળતાથી વીડિયો જોઈ શકતા હતા. હવે એવું થઈ ગયુ છે કે તમારે એક નાનો વીડિયો જોવો હોય તો પણ 1-2 એડ તો જોવી જ પડે છે. 

જો તમે YouTube પર વીડિયો જોતા હોવ અને એડથી પરેશાન થઈ ગયા હોવ તથા આ એડને બંધ કરવા ઈચ્છતા હોવ તો આ માટે યુટ્યૂબ પ્રિમયમની સુવિદ્યા આપવામાં આવે છે પરંતુ યૂટ્યુબ પ્રિમયમમાં તમારે દર મહિને ઓછામાં ઓછા 129 રૂપિયા ભરવા પડે છે જેથી દરેક માટે આ સુવિદ્યાનો લાભ ઉઠાવવો શક્ય નથી. 

YouTube પર આવતી એડને બ્લોક કરવાના બીજા પણ ઘણા ઉપાય છે. જે ઉપાયથી તમે એકદમ ફ્રીમાં એડ જોઈ શકો છો. જો તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન છે તો પ્લેસ્ટોર પર એવા ઘણા બ્રાઉઝર છે જે તમને એડ ફ્રી યુટ્યૂબ જોવામાં મદદ કરે છે. 

YouTube પર આવતી એડને બંધ કરવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી Free Adblock Browser: Adblock & Private Browser ડાઉનલોડ કરવું પડશે. આ થર્ડપાર્ટી એપને ઈન્સ્ટોલ કર્યા પછી તમે એડ ફ્રી YouTube જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે આ એક પ્રકારવું Browser છે અને તે લગભગ એ જ પ્રકારનું કામ કરે છે જેવું ગૂગલ ક્રોમ અને મોજીલા કરે છે. આ Browser YouTube પર આવતી એડને બ્લોક કરી યૂઝર્સને ફ્રી એડ YouTube જોવાની સુવિદ્યા આપે છે. એડને બ્લોક કરીને YouTube જોવું એ એક યૂઝર્સ તરીક તમને સારુ લાગી શકે છે પરંતુ ક્રિયેટર્સને એડથી જ કમાણી થાય છે જે વિષય પર પણ તમારે વિચારવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news