Apple Event 2023: iPhone 15 સીરિઝ અને Apple Watch 9 લોન્ચ, મળશે નવી ડિઝાઇન
Apple Event 2023 Updates: દુનિયાની દિગ્ગજ કંપની એપલે પોતાની ઈવેન્ટમાં આઈફોન 15 લોન્ચ કરી દીધો છે. આ સાથે કંપનીએ Apple Watch Series 9 પણ લોન્ચ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Apple Event 2023 ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે કંપનીએ આઈફોન 15 સિરીઝ લોન્ચ કરી દીધી છે. કંપનીએ એપલ વોચ પણ લોન્ચ કરી છે. ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 કલાકે એપલ ઈવેન્ટની શરૂઆત થઈ હતી.
iPhone 15 સિરીઝ લોન્ચ
એપલે નવી આઈફોન સિરીઝ લોન્ચ કરી દીધી છે. કંપનીએ iPhone 15 અને iPhone 15 Plus લોન્ચ કર્યાં છે. સ્માર્ટફોન 48MP ના મેન કેમેરા સાથે આવશે. તેમાં તમને ઘણા અન્ય ફીચર્સ મળશે. આ સાથે તમને નવી ફ્રંટ ડિઝાઇન મળશે. કંપની નોચને રિમૂવ કરતા નોન-પ્રો વેરિએન્ટમાં પણ ડાઇનામિક આઈલેન્ડની સાથે નવી ડિસ્પ્લે આપી છે. એટલે કે તમને નોચ નહીં પરંતુ પંચ હોલ કટઆઉટ મળશે.
iPhone 15 અને iPhone 15 Plus ની કિંમત
કંપનીએ આ સ્માર્ટફોનની કિંમતની જાહેરાત કરી છે. iPhone 15 ની શરૂઆત 799 ડોલરથી થશે. તો iPhone 15 Plus ની કિંમત 899 ડોલરથી શરૂ થશે. કંપનીએ ભારતીય બજારમાં તેની કિંમતની જાહેરાત કરી નથી.
નવી ડિસ્પ્લે, દમદાર કેમેરા અને A16 Bionic ચિપસેટ મળશે
એપલના લેટેસ્ટ iPhone 15 અને iPhone 15 Plus માં યૂઝર્સને નવો 48MP નો મેન કેમેરો આપવામાં આવ્યો છે. કંપનીએ તેમાં A16 Bionic ચિપસેટ આપી છે, જે પાછલા વર્ષે પ્રો વેરિએન્ટમાં મળતી હતી. નોન પ્રો મોડલ્સ હવે પરફોર્મેંસના મુકાબલે વધુ પાવરફુલ થશે. તેમાં સારૂ બેટરી બેકઅપ મળશે. કંપનીએ તેમાં વાયર અને વાયરલેસ બંને પ્રકારના કનેક્ટિવિટી ઓપ્શન આપ્યા છે.
આખરે આવી ગયું Type-C પોર્ટ
એપલના નવા ફોનમાં USB ટાઈપ-સી આપવામાં આવ્યું છે. કંપનીએ આ પોર્ટની સાથે આખરે પોતાનો ફોન લોન્ચ કરી દીધો છે. કંપનીએ કહ્યું કે તેની મદદથી તમે ઈયરબડ્સ, iPhone અને બીજા પ્રોડક્ટ્સને ચાર્જ કરી શકશો.
iPhone 15 Pro સિરીઝ લોન્ચ
કંપનીએ તેમાં ટાઇટેનિયમ બોડીનો ઉપયોગ કર્યો છે. તેમાં બેઝલને પણ ઘટાડવામાં આવ્યું છે, જેના કારણે તમને વધુ મોટી સ્ક્રીન મળશે. તેને તમે 6.1-inch અને 6.7-inch ની સ્ક્રીન સાઇઝમાં ખરીદી શકો છો. આ સ્ક્રીન સાઇઝ ક્રમશઃ iPhone 15 Pro અને iPhone 15 Pro Max ની છે.
Apple Watch Ultra 2 લોન્ચ
કંપનીએ પાછલા વર્ષે Apple Watch Ultra ને લોન્ચ કરી હતી. બ્રાન્ડ તેની નેક્સ્ટ જનરેશન લઈને આવી છે. તેમાં તમને મોટી સ્ક્રીન અને વોચ 9 વાળા તમામ ફીચર્સ મળશે. તેના પર તમને એક્સક્લૂસિવ વોચ ફેસ મળશે, જેનું નામ Modular Ultra છે, જે દિવસ અને રાત બંને કંડીશનમાં અલગ રીતે કામ કરશે.
કેટલી છે કિંમત
એપલ વોચ SE ના નવા મોડલને તમે 249 ડોલરની શરૂઆતી કિંમત પર ખરીદી શકો છો. તો એપલ વોચ સિરીઝ 9ને 399 ડોલર અને એપલ વોચ અલ્ટ્રા 2ને 799 ડોલરમાં ખરીદી શકો છો. તમે આજથી પ્રી ઓર્ડર કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે